Connect Gujarat
મનોરંજન 

આયુષ શર્માએ છોડી દીધી સલમાન ખાનની 'કભી ઈદ કભી દિવાળી', જાણો શું છે કારણ..?

સલમાન ખાનની ફિલ્મ 'કભી ઈદ કભી દિવાળી'ની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે.

આયુષ શર્માએ છોડી દીધી સલમાન ખાનની કભી ઈદ કભી દિવાળી, જાણો શું છે કારણ..?
X

સલમાન ખાનની ફિલ્મ 'કભી ઈદ કભી દિવાળી'ની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ જાહેરાતના સમયથી જ ચર્ચામાં હતી. પરંતુ હવે આ ફિલ્મ આયુષ શર્માના કારણે વધુ ચર્ચામાં આવી છે. અહેવાલ છે કે આયુષ શર્મા હવે આ ફિલ્મમાંથી બહાર થઈ ગયો છે. આયુષ પણ સલમાનની 'કભી ઈદ કભી દિવાળી'માં મહત્વની ભૂમિકામાં જોવા મળવાનો હતો. પરંતુ હવે આયુષે સલમાનની ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી છે. તમને જણાવી દઈએ કે 'કભી ઈદ કભી દિવાળી'નું નામ બદલીને 'ભાઈજાન' કરવામાં આવ્યું છે. ફિલ્મમાં અભિનેત્રી પૂજા હેગડે સલમાનની ગર્લફ્રેન્ડની ભૂમિકા ભજવશે. આ ફિલ્મમાં આયુષ સલમાનના નાના ભાઈનો રોલ કરવાનો હતો, પરંતુ હવે એવું થઈ રહ્યું નથી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આયુષ આ ફિલ્મમાં તેના રોલથી સંતુષ્ટ નહોતો અને તેથી તેણે આ ફિલ્મમાંથી તેનું નામ હટાવી દીધું હતું. આયુષે નિર્ણય કર્યો છે કે તે હવે મોટી ફિલ્મોમાં કેરેક્ટર રોલ કે સાઇડ કેરેક્ટર નહીં કરે. સલમાનને એવું પણ લાગે છે કે 'ભાઈજાન'માં આયુષનો રોલ કંઈ ખાસ ન હતો .

Next Story