Connect Gujarat
મનોરંજન 

YouTube મ્યુઝિકનો ફ્રીમાં ઉપયોગ કરનારા માટે માઠા સમાચાર; જાણો આ બદલાવ

YouTube મ્યુઝિકનો ફ્રીમાં ઉપયોગ કરનારા માટે માઠા સમાચાર; જાણો આ બદલાવ
X

યૂટ્યૂબ મ્યુઝિક હવે પોતાના ફ્રી યૂઝર્સને ફક્ત ઑડિયો સાંભળવાનો જ વિકલ્પ આપશે. ફ્રીમાં યૂટ્યૂબ મ્યુઝિકનો ઉપયોગ કરતા યૂઝર હવે મ્યુઝિક સાથે વીડિયો નહીં જોઈ શકે. યાદ રાખો કે આ ફેરફાર ફક્ત યૂટ્યૂબ મ્યુઝિકમાં થયો છે, યૂટ્યૂબમાં નહીં. આ બદલાવ ત્રીજી નવેમ્બરના રોજ કેનેડાથી રોલઆઉટ થશે. ભારત અને અન્ય દેશોમાં આ ફેરફાર ક્યારે થશે તેની કોઈ માહિતી સામે આવી નથી. પ્લેટફોર્મ તરફથી તાજેતરમાં જ આ બદલાવની જાહેરાત કરવામાં આવી છે. એક પોસ્ટ મારફતે કંપનીએ આ જાહેરાત કરી છે.

આ બદલાવમાં એક અન્ય વસ્તુ પણ છે. જે યૂઝર્સે યૂટ્યૂબ પ્રીમિયમ સબ્સક્રાઇબ નથી કર્યું, તેઓ ઑન-ડિમાન્ડ મ્યુઝિક નહીં સાંભળી શકે અને ન તો અનલિમિડેટ સ્કિપ કરી શકશે. જોકે, યૂટ્યૂબ મ્યુઝિક પર ડેડિકેટેડ મૂડ મિક્સની મજા લઈ શકશે. જેમાં વર્કઆઉટ અને ક્યૂટ મિક્સ સાથે હજારો પ્લેલિસ્ટ પણ સામેલ છે. આ પહેલાની જેમ જાહેરાતની સાથે ચાલશે. 9to5Google તરફથી કહેવામાં આવ્યું છે કે ફ્રી યૂઝર્સે જો કોઈ ગીત અપલોડ કર્યાં હોય તો તેઓ તેને કોઈ પણ વિઘ્ન વગર ઑન-ડિમાન્ડ સાંભળી શકશે.

ફ્રીમાં યૂટ્યૂબ મ્યુઝિક એપનો ઉપયોગ કરતા લોકો બેકગ્રાઉન્ડમાં સંગીતની મજા માણી શકશે. પર્સનલાઇઝ્ડ મિક્સ સાંભળી શકશે. તેઓ પોતાના મૂડ અને એક્ટિવિટી પ્રમાણે મ્યુઝિકનો આનંદ મેળવી શકશે. જોકે, વચ્ચે જાહેરખબર આવશે. યૂટ્યૂબ મ્યૂઝિક પર હાજર તમામ ગીત અને પ્લેલિસ્ટ સાંભળી શકશે.

જે યૂઝર્સે પ્રીમિયમ સબ્સક્રિપ્શન લીધું હશે તેઓ ફ્રી યૂઝર્સ કરતા વધારે ફાયદો મેળવી શકશે. જેમાં અનલિમિટેડ ઑન-ડિમાન્ડ ગીત સાંભળી શકાય છે. ટૂટ્યૂબ મ્યુઝિક પર વીડિયો જોઈ શકશે, અને જેટલી વખત ઇચ્છે એટલી વખત ગીત સ્કિપ કરી શકે છે. આ તમામ સુવિધાનો લાભ જાહેરખબર વિના લઈ શકે છે.

Next Story