Connect Gujarat
મનોરંજન 

બંગાળી ટીવી અભિનેત્રી પલ્લવી ડેનું મોત, ઘરમાંથી જ લટકતો મૃતદેહ મળી આવ્યો.

બંગાળી ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાંથી એક ખૂબ જ દુઃખદ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે.

બંગાળી ટીવી અભિનેત્રી પલ્લવી ડેનું મોત, ઘરમાંથી જ લટકતો મૃતદેહ મળી આવ્યો.
X

બંગાળી ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાંથી એક ખૂબ જ દુઃખદ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. કોલકાતામાં બંગાળી ટીવી અભિનેત્રી પલ્લવી ડેની લટકતી લાશ મળી આવી છે.

બંગાળી ટીવી ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ પલ્લવી ડે પોતાના કોલકતા સ્થિત ઘરે મૃત અવસ્થામાં મળી આવી હતી. 23 વર્ષીય પલ્લવીની લાશ ગળેફાંસો ખાતી હાલતમાં મળી હતી. પોલીસે પ્રાથમિક તપાસ બાદ આ આત્મહત્યાનો કેસ હોવાનું જણાવ્યું હતું. આ કેસમાં પોલીસે આકસ્મિક મોતનો કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પલ્લવીની લાશ ઘરમાં પંખા સાથે લટકતી મળી આવી હતી. પલ્લવીને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેણે રસ્તામાં અંતિમ શ્વાસ લીધા હતા. હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. પલ્લવીની લાશને પોસ્ટમોર્ટમમાં મોકલવામાં આવી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. પલ્લવીએ શા માટે આવું પગલું ભર્યું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. પલ્લવી હાલમાં બંગાળી ટીવી સિરિયલ 'મોન માને ના'માં લીડ રોલ પ્લે કરતી હતી. આ સિરિયલમાં કામ કરનાર કો-સ્ટાર અનામિત્રાએ કહ્યું હતું કે તેણે બે દિવસ પહેલાં જ પલ્લવી સાથે શૂટિંગ કર્યું હતું.

Next Story