Connect Gujarat
મનોરંજન 

બિગ બોસના હોસ્ટ સલમાન ખાનનું સ્થાન લેશે શહેનાઝ ગિલ?

શહેનાઝ ગિલ શોમાં બિગ બોસના હોસ્ટ સલમાન ખાનને રિપ્લેસ કરવા જઈ રહી છે.

બિગ બોસના હોસ્ટ સલમાન ખાનનું સ્થાન લેશે શહેનાઝ ગિલ?
X

શહેનાઝ ગિલ બિગ બોસના હોસ્ટ સલમાન ખાનને રિપ્લેસ કરવા જઈ રહી છે. હા. તમે તે સાચું સાંભળ્યું શહનાઝ ગિલ તમને આગામી વીકએન્ડ કા વાર હોસ્ટ કરતી જોવા મળશે.અહેવાલો અનુસાર સલમાન ખાન તેના દબંગ પ્રવાસમાં વ્યસ્ત છે તેથી તે આગામી કેટલાક વીકેન્ડ કા વાર એપિસોડ માટે શૂટ કરી શકશે નહીં. તેથી જ નિર્માતાઓએ શોને હોસ્ટ કરવા માટે બિગ બોસ 13ની એન્ટરટેઈનમેન્ટ ક્વીન શહનાઝ ગિલનો સંપર્ક કર્યો છે. સલમાન ખાનના ચાહકો માટે રાહતની વાત છે કે શહનાઝ સલમાન ખાનની ગેરહાજરીમાં વીકેન્ડ કા વારના એપિસોડ હોસ્ટ કરશે આખી સિઝનમાં નહીં.

જો કે આ અહેવાલોમાં કેટલું સત્ય છે તે તો શો ઓન એર થયા બાદ જ ખબર પડશે. બીજી તરફ સલમાન ખાનનો એક ઈન્ટરવ્યુ પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેણે કન્ફર્મ કર્યું છે કે તે બિગ બોસના વીકેન્ડ કા વારનો એપિસોડ શૂટ કરશે. સલમાન ખાન કહી રહ્યો છે કે તે સવારે મુંબઈ પહોંચશે અને વીકેન્ડ કા વારનું શૂટિંગ કરશે. સલમાન ખાનના આ નિવેદન બાદ શહેનાઝ શો હોસ્ટ કરી રહી હોવાની અફવાઓ ચાલી રહી છે.

Next Story