Connect Gujarat
મનોરંજન 

"કબુલાત" : શાહરુખ ખાનના દીકરા આર્યને ડ્રગ્સ લેવાની વાતને સ્વીકારી, વાંચો વધુ...

કબુલાત : શાહરુખ ખાનના દીકરા આર્યને ડ્રગ્સ લેવાની વાતને સ્વીકારી, વાંચો વધુ...
X

બોલીવુડ સ્ટાર શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની તા. 2 ઓક્ટોબર, શનિવારની સાંજે ક્રૂઝમાંથી NCBએ ડ્રગ્સ કેસમાં અટકાયત સાથે ધરપકડ કરી કસ્ટડીમાં રાખ્યો હતો. આ દરમિયાન તે 3 વાર કોર્ટમાં હાજર પણ રહ્યો હતો. નિયમ પ્રમાણે, રોજ મેડિકલ માટે આર્યનને જે.જે. હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતો હતો। જોકે, આર્યન ખાનને શુક્રવારના રોજ મુંબઈની સૌથી મોટી જેલ એટલે કે, આર્થર રોડ જેલમાં મોકલી આપ્યો હતો.

શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની જામીન અરજી ફગાવી દેવાઈ છે. હાલ તે આર્થર રોડ જેલમાં છે. જામીન અરજી ફગાવી દીધા પછી આર્યનના વકીલ સતીશ માનસિંદે હવે સેશન કોર્ટમાં જામીન માટે અરજી કરશે. આ દરમ્યાન એક વાત બહાર આવી છે કે, આર્યન અને અરબાઝ મર્ચન્ટે NCBની પૂછપરછમાં ડ્રગ્સ લેતા હોવાની વાત સ્વીકારી છે. આર્યન ખાને કહ્યું હતું કે, 'હું ચરસ લેતો હતો.' આર્યને કોર્ટમાં પંચનામામાં જણાવ્યું છે કે, તપાસ દરમ્યાન અરબાઝ મર્ચન્ટના બૂટમાંથી ડ્રગ્સનું પાઉચ પણ મળ્યું હતું. જોકે, ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી મામલે હાલ પણ NCBની કાર્યવાહી ચાલુ જ છે. જોકે, હવે આ કેસના તાર ફિલ્મ પ્રોડ્યુસર ઈમ્તિયાઝ ખત્રી સાથે જોડાયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે, ત્યારે NCBની ટીમે ફિલ્મ પ્રોડ્યુસર ઈમ્તિયાઝ ખત્રીના બાંદ્રા સ્થિત મકાન અને ઓફિસમાં પણ દરોડા પાડી પૂછપરછ કરવામાં આવી રહી છે. ઈમ્તિયાઝ ખત્રીનું નામ સુશાંતના મૃત્યુ સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં પણ સામે આવ્યું હતું.

Next Story