Connect Gujarat
મનોરંજન 

બોલિવુડમાં કોરોના કહેર : સિંગર સોનું નિગમ પરિવાર સાથે કોરોના સંક્રમિત, દુબઈ ખાતે ક્વોરંટાઈન

છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા બૉલીવુડ-ટેલીવુડના સિતારાઓ કોરોનાથી સંક્રમિત થયા છે. સંક્રમિત દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. જેમાં સિંગર સોનુ નિગમનું નામ પણ સામેલ થઈ ગયું છે

બોલિવુડમાં કોરોના કહેર : સિંગર સોનું નિગમ પરિવાર સાથે કોરોના સંક્રમિત, દુબઈ ખાતે ક્વોરંટાઈન
X

સમગ્ર દેશ સહિત વિદેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. મહામારીએ ત્રીજી લ્હેરમાં લોકોને પોતાની ઝપેટમાં લેવાનું શરૂ કર્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા બૉલીવુડ-ટેલીવુડના સિતારાઓ કોરોનાથી સંક્રમિત થયા છે. સંક્રમિત દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. જેમાં સિંગર સોનુ નિગમનું નામ પણ સામેલ થઈ ગયું છે. સિંગરે પોતાના સંક્રમિત થવાની માહિતી પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે.

તેણે જણાવ્યું કે તેની પત્ની મધુરિમા અને પુત્ર પણ કોરોનાથી સંક્રમિત થયા છે. જોકે સિંગર તેના પરિવાર સાથે દુબઈમાં છે. સોનુએ વીડિયો શેર કરીને જણાવ્યું છે કે તે હાલમાં ક્વોરેન્ટાઇનમાં છે.

સોનુએ સોશિયલ મીડિયા પર જણાવ્યુ હતું કે હું કોવિડ પોઝિટિવ છું. કેટલાક લોકો જાણે છે અને ઘણા લોકો નથી જાણતા. પણ એ સાચું છે કે મને નથી લાગતું કે હું કોવિડ પોઝિટિવ છું. હું દુબઈમાં છું. મારે ભુવનેશ્વરમાં પરફોર્મ કરવાનું હતું અને સુપર સિંગર સીઝન 3નું શૂટિંગ પણ કરવાનું હતું. તેણે વધુમાં જણાવ્યું કે આ માટે મારે કોરોના ટેસ્ટ કરાવવાનો હતો અને હું કોવિડ પોઝીટીવ આવ્યો છું.મને આશા છે કે હું જલ્દી સાજો થઈ જાઉં. મેં ઘણીવાર વાઇરલ, ગળામાં ખરાશમાં હોવા છતાં કોન્સર્ટ કર્યું છે. આ તેના કરતાં ઘણું સારું છે. હું મરી રહ્યો નથી. મારું ગળું ચાલી રહ્યું છે એટલે કે હું ઠીક છું. પરંતુ મને એ લોકો માટે ખરાબ લાગે છે જેમના કારણે મને નુકસાન થયું છે. મારી જગ્યાએ અન્ય સિંગર પહોંચી ગયા છે.પરંતુ હું આશા રાખું છું કે ટૂંક સમયમાં ઠીક થઈ જશે.

Next Story