Connect Gujarat
મનોરંજન 

દીપિકા પાદુકોણની સો.મીડિયામાં પોસ્ટ : મહારાષ્ટ્રના અલીબાગમાં ખરીદ્યો લક્ઝૂરિયસ બંગલો

દીપિકા પાદુકોણની સો.મીડિયામાં પોસ્ટ : મહારાષ્ટ્રના અલીબાગમાં ખરીદ્યો લક્ઝૂરિયસ બંગલો
X

બોલિવુડ સ્ટાર કપલ રણવીર સિંહ તથા દીપિકા પાદુકોણે લક્ઝૂરિયસ હોલિ-ડે હોમ એવું મહારાષ્ટ્રના અલીબાગમાં લક્ઝૂરિયસ બંગલો ખરીદ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, દીપિકા પાદુકોણ તથા રણવીરસિંહ ગત તા. 13 સપ્ટેમ્બરની વહેલી સવારે કારમાં અલીબાગ જવા નીકળ્યા હતા. આ સાથે જ દીપિકાએ રણવીર કારમાં સૂતો હોય તેવી પોસ્ટ પણ સો.મીડિયામાં શૅર કરી હતી. વધુમાં જાણવા મળ્યું હતું કે, આ બોલિવુડ સ્ટાર કપલે મહારાષ્ટ્રના અલીબાગ વિસ્તારમાં એક લક્ઝૂરિયસ બંગલો ખરીદ્યો છે. જોકે, થોડાં દિવસ પહેલાં જ રણવીર તથા દીપિકા અલીબાગમાં આવેલી રજિસ્ટર ઓફિસમાં જોવા મળ્યા હતા.

જોકે, બન્નેએ અલીબાગના કોસ્ટલ એરિયામાં 2 બંગલો ખરીદ્યા છે. આ બંગલાની આસપાસ ખૂબ જ નારિયેળીના ઝાડ છે. જોકે હજી સુધી આ બંગલાની કિંમત બહાર આવી નથી, ત્યારે હવે પેપર વર્ક પૂરું થયા બાદ ટૂંક સમયમાં જ દીપિકા અને રણવીરને બંગલાનું પઝેશન મળી જશે.

Next Story