Connect Gujarat
મનોરંજન 

ફેમસ પંજાબી એક્ટર દીપ સિદ્ધુનું રોડ અકસ્માતમાં મોત

પંજાબના ફેમસ એક્ટર દીપ સિદ્ધુનું રોડ અકસ્માતમાં મોત થયું છે. આ અકસ્માત કુંડલી માનેસર એટલે કે KMPL હાઈવે પાસે થયો હતો.

ફેમસ પંજાબી એક્ટર દીપ સિદ્ધુનું રોડ અકસ્માતમાં મોત
X

પંજાબના ફેમસ એક્ટર દીપ સિદ્ધુનું રોડ અકસ્માતમાં મોત થયું છે. આ અકસ્માત કુંડલી માનેસર એટલે કે KMPL હાઈવે પાસે થયો હતો. દીપ સિદ્ધુ તેના સાથીઓ સાથે દિલ્હીથી પંજાબ પરત ફરી રહ્યો હતો. દીપ કેન્દ્ર સરકારના કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલન દરમિયાન ચર્ચામાં આવ્યા હતા. તેને લાલ કિલ્લાની હિંસામાં પણ આરોપી બનાવવામાં આવ્યો હતો. આ કેસમાં દીપ સિદ્ધુની પણ ધરપકડ કરવામાં આવી હતી.

પંજાબના મુક્તસર જિલ્લામાં એપ્રિલ 1984માં જન્મેલા દીપ સિદ્ધુએ પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. કાયદાનો ઊંડો અભ્યાસ કર્યો. તે કિંગફિશર મોડલ હંટનો વિજેતા હતો. મિસ્ટર ઈન્ડિયા સ્પર્ધામાં મિસ્ટર પર્સનાલિટીનો ખિતાબ પણ જીત્યો. તેની પહેલી પંજાબી ફિલ્મ 'રામતા જોગી' વર્ષ 2015માં રિલીઝ થઈ હતી. જો કે, દીપ 2018 ની ફિલ્મ જોરા દાસ નંબરારીયાથી પ્રખ્યાત થયો જેમાં તેણે ગેંગસ્ટરની ભૂમિકા ભજવી હતી.

Next Story