Connect Gujarat
મનોરંજન 

'બચપન કા પ્યાર' ગીતથી ફેમસ સહદેવ દીરદો માર્ગ અકસ્માતમાં ગંભીર,બાદશાહે ટ્વિટ કરી લોકોને કરી અપીલ

બચપન કા પ્યાર ગીતથી ફેમસ સહદેવ દીરદો માર્ગ અકસ્માતમાં ગંભીર,બાદશાહે ટ્વિટ કરી લોકોને કરી અપીલ
X

'બચપન કા પ્યાર' ગીતથી ફેમસ થયેલા સહદેવ દીરદો મંગળવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયો છે.જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.માહિતી અનુસાર સહદેવને ગંભીર ઈજાઓ થઈ છે અને તેની સારવાર ચાલી રહી છે આ ઘટના શબરી નગરમાં બની છે.સહદેવ દીરદો છત્તીસગઢનો રહેવાસી છે અને તેના અકસ્માતના સમાચાર સામે આવતા જ લોકોએ સોશિયલ મીડિયા પર તેના માટે પ્રાર્થના કરવાનું શરૂ કરી દીધું છે.

આ દરમિયાન રૈપર બાદશાહે પણ સહદેવ માટે એક ટ્વિટ કર્યું છે. જણાવી દઈએ કે રેપર બાદશાહ સાથે સહદેવએ 'બચપન કા પ્યાર' ગીત ગાયું હતું. સહદેવના અકસ્માત બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ તેની સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી અને વધુ સારી તબીબી સુવિધાઓ પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો હતો.બાદશાહે ટ્વીટ કરીને માહિતી આપી છે કે તે સહદેવના પરિવારના સતત સંપર્કમાં છે. ટ્વીટમાં તેણે લખ્યું, 'હું સહદેવના પરિવાર અને મિત્રોના સંપર્કમાં છું. તે બેભાન છે. હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. હું તેના માટે ત્યાં છું. તમારી પ્રાર્થનાની જરૂર છે. બાદશાહના આ ટ્વિટ પર ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે અને સહદેવના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.

Next Story