Connect Gujarat
મનોરંજન 

વેક્સિનના બન્ને ડોઝ લીધા હોવા છતા ફરાહ ખાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

વેક્સિનના બન્ને ડોઝ લીધા હોવા છતા ફરાહ ખાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
X

બોલિવૂડની ફેમસ કોરિયોગ્રાફર-ડિરેક્ટર ફરાહ ખાનનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ફરાહે કોરોનાની વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે અને તેમ છતાં તેને કોરોનાનો ચેપ લાગ્યો છે. ફરાહ હાલમાં ઝી ટીવી પર આવતા કોમેડી શોમાં જજની ભૂમિકામાં જોવા મળી રહી છે.

હવે કોવિડ થતાં ફરાહ ખાનને કોમેડી શોમાંથી ફરજિયાત બ્રેક લેવો પડ્યો છે. મીડિયા વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા અનુસાર ફરાહની જગ્યાએ હવે શોમાં મિકા સિંહ જોવા મળશે. ફરાહ ખાને ઈન્સ્ટા સ્ટોરી પર પોતાને કોરોના હોવાની જાણકારી આપી છે.

તેણે પોસ્ટમાં લખ્યું- મને ખબર નથી કે મેં કાળું ટપકું નહોતું કર્યું એટલે આવું થયું કે કેમ, પણ મેં વેક્સિનના બંને ડોઝ લઈ લીધા હતા અને ડબલ વેક્સિન લીધી હોય તેવા લોકો સાથે જ મેં કામ ર્યું હતું, તેમ છતાં હું કોરોના પોઝિટિવ થઈ છું. જે લોકોના સંપર્કમાં હું આવી છું તે લોકોને મેં જાણકારી આપી દીધી છે. તેમ છતાં જો હું (મારી વધતી ઉંમર અને ઘટતી યાદશક્તિને કારણે) કોઈને માહિતી આપવાનું ભૂલી ગઈ હોઉં તો તેમણે પોતાનો ટેસ્ટ કરાવી લેવો. આશા છે કે હું જલ્દી સ્વસ્થ થઈ જઈશ.'

Next Story