Connect Gujarat
મનોરંજન 

સ્ટાર કિડ્સમાં ભય : આર્યન ખાન બાદ હવે NCBના રડાર પર અનેક બોલિવૂડ સેલેબ્સ...

આર્યન ખાન બાદ હવે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના રડાર પર અનેક બોલિવૂડ સેલેબ્સ આવી રહ્યા છે, ત્યારે છેલ્લા 6 મહિનામાં અનેક બોલિવૂડ સેલેબ્સ NCBના નિશાને છે.

સ્ટાર કિડ્સમાં ભય : આર્યન ખાન બાદ હવે NCBના રડાર પર અનેક બોલિવૂડ સેલેબ્સ...
X

આર્યન ખાન બાદ હવે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના રડાર પર અનેક બોલિવૂડ સેલેબ્સ આવી રહ્યા છે, ત્યારે છેલ્લા 6 મહિનામાં અનેક બોલિવૂડ સેલેબ્સ NCBના નિશાને છે. બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે પણ NCBના ચક્કરમાં ફસાઈ ગઈ છે. અનન્યા પાંડેની 2 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. અને બીજા દિવસે પણ તેને બોલાવવામાં આવી છે. આર્યન તથા અનન્યા વચ્ચે નશા અંગે વાતચીત થતી હોવાની ચેટ્સ મળી છે. NCBએ અનન્યાને ડ્રગ્સ અંગે સવાલ કર્યા હતા. આ સાથે જ NCBની નજર હવે શનાયા કપૂર પર છે. ક્રૂઝ રેવ પાર્ટી કેસમાં NCB હવે જાન્હવી કપૂર-સોનમ કપૂરની કઝિન શનાયા કપૂરને પૂછપરછ માટે બોલાવી શકાય છે. NCB ટૂંક સમયમાં જ પૂછપરછ માટે સમન્સ મોકલી શકે છે.

બૉલીવુડ ફિલ્મ-પ્રોડ્યુસર તથા ડિરેક્ટર કરન જોહરની એક વર્ષ પહેલાં એટલે કે, વર્ષ 2019ની તા. 28 જુલાઈના રોજ થયેલ પાર્ટીનો વિડીયો વાઇરલ થયો હતો. આ વિડીયો પરની તપાસ NCBએ હજી બંધ કરી નથી. NCB સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યુ હતું કે, કરન જોહરની પાર્ટીનો વિડીયો હજી પણ તપાસ હેઠળ છે. જેમાં રણબીર કપૂર, વિકી કૌશલ, વરુણ ધવન, મલાઈકા અરોરા, દીપિકા પાદુકોણ, અર્જુન કપૂર, શાહિદ કપૂર, ડિરેક્ટર અયાન મુખર્જી હતા.

કેન્દ્ર સરકારે મુંબઈ NCBના રીજનલ ડિરેક્ટર સમીર વાનખેડેને 6 મહિનાનું એક્સટેન્શન આપી દીધું છે. સૂત્રોના મતે, સમીર વાનખેડે પોતાના 6 મહિનાના એક્સટેન્શનમાં બોલિવૂડના એકપણ સેલેબ્સને છોડશે નહીં. હજી પણ સુશાંતસિંહના મોત બાદનો ડ્રગ્સ કેસ ચાલે જ છે. કરન જોહરની પાર્ટીનો વિડીયો વાઇરલ થયો હતો. જોકે, કરન જોહરે ચોખવટ કરી દીધી છે કે, પાર્ટીમાં આવેલા એકપણ સેલેબ્સે ડ્રગ્સ લીધું નથી. જોકે પાર્ટીમાં સામેલ થનારા તમામ સેલેબ્સ NCBની રડાર પર હોવાનું જાણવા મળ્યું છે.

Next Story