Connect Gujarat

ફિટનેશ પાછળ ક્રેઝી સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી મોત કઈ રીતે ? ચાહકોમાં ચર્ચાતો સવાલ

ફિટનેશ પાછળ ક્રેઝી સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી મોત કઈ રીતે ? ચાહકોમાં ચર્ચાતો સવાલ
X

હાલમાં જ 'બ્રોકન બટ બ્યુટિફુલ'ની ત્રીજી સીઝનમાં જોવા મળેલો સિદ્ધાર્થ શુક્લા ફિટનેસ અંગે ઘણો જ સજાગ હતો. એક્ટરનું હાર્ટ-અટેકથી મૃત્યુ થયા હોવાની સમાચારથી માત્ર ચાહકો જ નહીં, પરંતુ સેલેબ્સ પણ આઘાતમાં છે.

સિદ્ધાર્થ હાલમાં વજન ઓછું કરવા માટે ઘણી જ મહેનત કરતો હતો. સિદ્ધાર્થે મોડલિંગમાંથી ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં આવ્યો હતો. સિદ્ધાર્થ ઘણો જ યંગ તથા ફિટ હતો. ટીવી શો 'બાબુલ કા આંગન છૂટે ના' તથા 'બાલિકા વધુ' જેવા શો દરમિયાન સિદ્ધાર્થની સ્લિમ બોડી જોવા મળી હતી.2014માં સિદ્ધાર્થને સૌથી ફિટ એક્ટરનો ઝી ગોલ્ડ અવોર્ડ મળ્યો હતો. તેને 2015માં 'વેલનેસ આઇકન ઓફ ધ યર'નો જિયોસ્પા એશિયાસ્પા ઇન્ડિયા અવોર્ડ મળ્યો હતો.

2012માં ફિઝિકલ ફિટનેસ માટે સિદ્ધાર્થને સિંથ ગ્લોબલ સ્પા ફિટ એન્ડ ફેબ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો.2017માં 'દિલ સે દિલ તક'ના શૂટિંગ દરમિયાન સિદ્ધાર્થ અનેક લોકો સાથે ઝઘડતો હોવાના સમાચાર વહેતા થયા હતા. એ સમયે એમ પણ કહેવાતું હતું કે તેને દારૂની લત લાગી છે. ત્યાર બાદ એક્ટરનું વજન પણ વધી ગયું હતું અને તે લાઇમલાઇટથી દૂર થયો હતો. 'બિગ બોસ 13'માં હિન્દુસ્તાની ભાઉ તથા રશ્મિ દેસાઈએ પણ કહ્યું હતું કે સિદ્ધાર્થને દારૂની લત હતી અને તે બે વર્ષ સુધી રિહેબ સેન્ટરમાં રહ્યો હતો. સિદ્ધાર્થની 10 ઓગસ્ટની સો.મીડિયા પોસ્ટ વાઇરલ થઈ છે. આ પોસ્ટમાં એક ચાહકે સિદ્ધાર્થને ફિઝિકલ ફિટનેસ પર ધ્યાન આપવાનું કહ્યું છે. તેના જવાબમાં એક્ટરે કહ્યું હતું, 'હા ભાઈ, આપી રહ્યો છું. દવાઓ લઈ રહ્યો હતો, જેની સાઇડ ઇફેક્ટથી વજન વધ્યું છે. થઈ જઈશ ફિટ, ચિંતા કરવા માટે આભાર.'

Next Story
Share it