Connect Gujarat
મનોરંજન 

કિંગ ખાનને ગુજરાત હાઇકોર્ટની રાહત, વાંચો કઈ ફરિયાદ રદ્દ કરી..!

વડોદરામાં રઈસ ફિલ્મના પ્રમોશન માટે શાહરુખ ખાન આવ્યો હતો. જેમાં ધક્કામુક્કીમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું

કિંગ ખાનને ગુજરાત હાઇકોર્ટની રાહત, વાંચો કઈ ફરિયાદ રદ્દ કરી..!
X

બૉલીવુડ અભિનેતા શાહરૂખ ખાનને ગુજરાત હાઇકોર્ટે મોટી રાહત આપી છે. વર્ષ 2017માં રઈસ ફિલ્મના પ્રમોશનમાં થયેલા વિવાદમાં થયેલી અરજી HCએ રદ્દ કરી દીધી છે. વડોદરામાં રઈસ ફિલ્મના પ્રમોશન માટે શાહરુખ ખાન આવ્યો હતો. જેમાં ધક્કામુક્કીમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. મૃતકના પરિવારે શાહરુખ ખાનને જવાબદાર ગણીને ફરિયાદ કરી હતી. જેને રદ્દ કરવા શાહરૂખ ખાને વકીલ મારફત હાઈકોર્ટમાં અરજી કરી હતી.

જોકે, આ મામલે ઘણી વખત સુનાવણી પણ હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે તારણ કાઢ્યું હતું કે, શાહરૂખ ખાનને જોવા લોકો અતિરેકમાં દોડ્યા હતા. લોકો અન્ય કોઈના જીવની ચિંતા કર્યા વિના દોટ મુકી હતી. આ કેસમાં માત્ર શાહરૂખની બેદરકારી ગણી શકાય નહીં. અગાઉની સુનાવણીમાં ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનના વકીલે રજૂઆત કરતા કહ્યું કે, શાહરુખ ખાન માફી માગવા તૈયાર છે. મૃતકના પરિજનોને વળતર ચૂકવવા પણ તૈયાર છે. પણ પરિવાર સમગ્ર મામલે શાહરુખ ખાનને દોષિત માની રહ્યો છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં હાથ ધરવામાં આવેલી સુનાવણીમાં શાહરુખ ખાન સામે નોંધાયેલી ફરિયાદને HCએ રદ્દ કરી દીધી છે.

વડોદરા રેલ્વે સ્ટેશને તા. 23 જાન્યુ. 2017ના રોજ રાત્રે 10 વાગ્યે ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાન મુંબઈથી દિલ્હી જતી ઓગસ્ટ ક્રાંતિ ટ્રેનમાં ફિલ્મ રઈસના પ્રમોશન માટે આવ્યા હતો. ટ્રેનના કોચ નંબર A-4માં, કે જ્યાં તેનું બુકિંગ ન હતું, છતાં ત્યાંથી પ્રમોશનલ એક્ટિવિટી કરી હોવાનો આરોપ હતો. ફિલ્મ અભિનેતાએ થોડો સમય વડોદરામાં રોકાણ કર્યું હતું. અભિનેતા શાહરૂખ ખાનના આગમનથી રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પર પ્રસંશકો ભારે ભીડ એકઠી થઈ હતી. આ વખતે અભિનેતા શાહરૂખે ઉમટેલી ભીડ તરફ પોતાનું ટી-શર્ટ અને બોલ ટોળામાં ફેંક્યા, આ બાદ તુરંત જ અફરાતફરી મચી જતાં પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આ દરમિયાન ત્યાં હાજર એક વ્યક્તિનું મોત થયું હતું.

Next Story