Connect Gujarat
મનોરંજન 

હૃતિકને આમિર ખાનને સપોર્ટ કરવાની સાથે જ આવી ગયો ટ્રોલર્સના નિશાન પર, લોકોએ કહ્યું- 'વિક્રમ વેધ' માટે તૈયાર રહો

ચાહકોની લાંબી રાહ જોયા બાદ આખરે આમિર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' રિલીઝ થઈ ગઈ છે. જો કે આ ફિલ્મને પણ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

હૃતિકને આમિર ખાનને સપોર્ટ કરવાની સાથે જ આવી ગયો ટ્રોલર્સના નિશાન પર, લોકોએ કહ્યું- વિક્રમ વેધ માટે તૈયાર રહો
X

ચાહકોની લાંબી રાહ જોયા બાદ આખરે આમિર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' રિલીઝ થઈ ગઈ છે. જો કે આ ફિલ્મને પણ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિરોધની અસર અભિનેતાની ફિલ્મના કલેક્શન પર પણ જોવા મળી રહી છે. આ દરમિયાન ઘણા ફિલ્મ સ્ટાર્સે પણ આમિરની ફિલ્મને સમર્થન આપ્યું છે. હવે આ યાદીમાં સુપરસ્ટાર હૃતિક રોશનનું નામ પણ જોડાઈ ગયું છે. તેણે આમિર ખાનની આ ફિલ્મ જોઈ અને તેના જોરદાર વખાણ કર્યા, પરંતુ નેટીઝન્સને તેનું નિવેદન પસંદ ન આવ્યું અને અભિનેતાને ટ્રોલ કારવનું શરૂ શરૂ કરી દીધું છે.

ફિલ્મનું સમર્થન કરતાં હૃતિકે શનિવારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું, 'હમણાં જ લાલ સિંહ ચઢ્ઢાને જોયુ. આ એક સરસ ફિલ્મ છે. આ રત્ન જોવાનું ચુકતા નહીં! હવે જાઓ તેને જુઓ તે સુંદર ફિલ્મ છે




હૃતિકેની આ પોસ્ટ બાદ તે ટ્રોલના નિશાના પર આવી ગયો હતો. આ સાથે જ ટ્વિટર પર વિક્રમ વેધાનો બહિષ્કાર કરવાની વાત પણ શરૂ થઈ અને બહિષ્કારને જોતા જ વિક્રમ વેધ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યું. એક યુઝરે લખ્યું, 'જ્યારે તમે યુટ્યુબ પર ઓરિજિનલ ક્લાસિક ફિલ્મ મફતમાં જોઈ શકો છો ત્યારે નકામી બૉલીવુડ રિમેક પર પૈસા કેમ બગાડો? બીજાએ લખ્યું, 'તમારે તમારી ફિલ્મ પર ફોકસ કરવાને બદલે આવું ન કરવું જોઈતું હતું. તમે બીજાને સપોર્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. હવે પરિણામનો સામનો કરવા તૈયાર થઈ જાઓ. આગળનો નંબર વિક્રમ વેધનો હશે. અન્ય એક યુઝરે લખ્યું, 'દુગ્ગુ અંકલ ચિંતા ન કરો જ્યારે આખી ઈન્ડસ્ટ્રી બહિષ્કારની ગરમીનો સામનો કરી રહી છે, ત્યારે તમે અને સૈફ તેનાથી કેવી રીતે બચી શકો? બહિષ્કારનો સામનો કરવા તૈયાર રહો.

Next Story