Connect Gujarat
મનોરંજન 

પોર્ન કંપનીમાં રૂ. 10 કરોડનું રોકાણ કરનાર બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ધરપકડ

મુંબઈની ક્રાઈમ બ્રાંચ પોલીસ દ્વારા બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ગત તા. 19 જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી

પોર્ન કંપનીમાં રૂ. 10 કરોડનું રોકાણ કરનાર બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ધરપકડ
X

મુંબઈની ક્રાઈમ બ્રાંચ પોલીસ દ્વારા બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ગત તા. 19 જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી. રાજ કુંદ્રા સામે પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બનાવવા અને તેને એપ પર પ્રકાશિત કરવાના ગુન્હામાં તેના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા વિરુદ્ધ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં કેસ કરવામાં આવ્યો હતો, ત્યારે રાજ કુંદ્રા સામે પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બનાવી એપ પર પ્રકાશિત કરવાના ગુન્હામાં મુંબઈની ક્રાઈમ બ્રાંચે તા. 19 જુલાઈના રોજ તેની ધરપકડ કરી છે. રાજ કુંદ્રાએ પોર્ન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 8થી 10 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ કુંદ્રા તથા બ્રિટનમાં રહેતા તેના ભાઈએ કેનરિન નામની કંપની બનાવી છે. જે ભારતમાં વીડિયો શૂટ કરીને વી-ટ્રાન્સફર દ્વારા કેનરિનને મોકલવામાં આવતા હતા. જોકે, ભારતના સાઇબર લૉથી બચવા માટે રાજ કુંદ્રાએ આ કંપની ભારતમાં બનાવીને વિદેશમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો પણ બહાર આવ્યો છે, ત્યારે સમગ્ર મામલો સામે આવતા ગત તા. 20 જુલાઈના રોજ વહેલી સવારે 4 કલાકે રાજ કુંદ્રાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસથી રાજ કુંદ્રાને મુંબઈની જે.જે.હોસ્પિટલ તપાસ અર્થે લઈ જઈ 4.15 કલાકે મુંબઈ પોલીસ કમિશ્નરની ઓફિસ લાવવામાં આવ્યો હતો, ત્યારે હવે રાજ કુંદ્રાને કોર્ટમાં રજૂ કર્યા બાદ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવશે.

Next Story