Connect Gujarat
મનોરંજન 

બૉલીવુડ ફિલ્મ એક્ટર સોનુ સૂદની ઓફિસે આવક વેરાના દરોડા, વાંચો વધુ

બૉલીવુડ ફિલ્મ એક્ટર સોનુ સૂદની ઓફિસે આવક વેરાના દરોડા, વાંચો વધુ
X

કોરોના કાળમાં લોકડાઉન દરમ્યાન બૉલીવુડ ફિલ્મ એક્ટર સોનુ સૂદે અનેકવિધ સેવાકાર્યો કરી લોકચાહના મેળવી લીધી છે, ત્યારે હવે આવક વેરા વિભાગની ટીમે ગત બુધવારે અચાનક સોનુ સૂદની મુંબઈ ખાતે આવેલી ઓફિસમાં દરોડા પાડ્યા હતા. જોકે, તપાસ પછી તેનું કારણ ગમે તે સામે આવ્યું હોય, પરંતુ હવે સમગ્ર દેશના લોકો તેની નેટવર્થ વિશે જાણવા માટે ઘણા ઉત્સુક થયા છે.

બૉલીવુડ ફિલ્મ એક્ટર સોનુ સૂદ પોતાના પરિવાર સાથે મુંબઈના અંધેરી સ્થિત લોખંડવાલામાં રહે છે. તે સિવાય તેની પાસે મુંબઈમાં બીજા 2 ફ્લેટ પણ છે. તેના વતન મેગામાં પણ તેનો એક બંગલો છે. આ સથે જ જુહુમાં પણ તેની એક હોટેલ છે. જેને લોકડાઉન દરમ્યાન આઈસોલેશન સેન્ટર બનાવવા માટે ખોલી દેવામાં આવી હતી. તે ઉપરાંત સોનુના કાર કલેક્શનમાં 66 લાખની મર્સિડીઝ બેન્ઝ, 80 લાખની ઓડી, 2 કરોડની કિંમતની પોર્શ પનામા પણ સામેલ છે.

સપ્ટેમ્બર 2021માં સોનુ સૂદની કુલ સંપત્તિ 130 કરોડ રૂપિયા છે. જોકે, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ તેની ઈન્કમનો મુખ્ય સોર્સ છે. તે દરેક ફિલ્મ માટે લગભગ 2 કરોડ રૂપિયા ફી ચાર્જ કરે છે. તેનું પોતાનું શક્તિ સાગર નામનું એક પ્રોડક્શન હાઉસ પણ છે. બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને ફિલ્મોમાંથી સોનું સૂદ દર મહિને લગભગ એક કરોડ રૂપિયા કમાય છે. એટલે કે, વર્ષમાં કુલ 12 કરોડ રૂપિયા જેટલી થાય છે.

જોકે, કોરોના કાળમાં લોકડાઉન દરમ્યાન બૉલીવુડ ફિલ્મ એક્ટર સોનુ સૂદે અનેકવિધ સેવાકાર્યો કરી લોકચાહના મેળવી લીધી છે, ત્યારે હવે આવક વેરા વિભાગની ટીમે અચાનક તેની મુંબઈ ખાતે આવેલી ઓફિસમાં દરોડા પાડ્યા હતા. જોકે, તપાસ પછી તેનું કારણ ગમે તે સામે આવ્યું હોય, પરંતુ લોકો તેની નેટવર્થ વિશે જાણવા માટે ઘણા ઉત્સુક થયા છે.

Next Story