Connect Gujarat
મનોરંજન 

ઇન્ડિયન આઇડલ 12: ફિનાલેમાં પાંચ ફાઇનલિસ્ટને હરાવી પવનદીપ રાજએ જીતી લીધી સિઝન

આઠ મહિનાની ઇન્ડિયન આઇડલ 12ની સફર આખરે પૂર્ણ થઇ. શોનાં છ ફાઇનલિસ્ટ પવનદીપ રાજન, અરુણિતા કાંજીલાલ, નિહાલ તૌરો, સાયલી કાંબ્લે, મોહમ્મદ દાનિશ અને શન્મુખપ્રિયા હતાં

ઇન્ડિયન આઇડલ 12: ફિનાલેમાં પાંચ ફાઇનલિસ્ટને હરાવી પવનદીપ રાજએ  જીતી લીધી સિઝન
X

આઠ મહિનાની ઇન્ડિયન આઇડલ 12ની સફર આખરે પૂર્ણ થઇ. શોનાં છ ફાઇનલિસ્ટ પવનદીપ રાજન, અરુણિતા કાંજીલાલ, નિહાલ તૌરો, સાયલી કાંબ્લે, મોહમ્મદ દાનિશ અને શન્મુખપ્રિયા હતાં. જેમાંથી પવનદીપે આ પાંચેયને હરાવી દીધા અને શોની ટ્રોફી પોતાનાં નામે કરી લીધી. રવિવારનાં રોજ બપોરે 12 વાગ્યાથી શોનું ફિનાલે ચાલુ થઇ ગયુ હતું. દેશનાં 75માં સ્વાતંત્રતા દિવસે ઇન્ડિયન આઇડલ 15નો વિજેતા મળી ગયો છે.

ઇન્ડિયન આઇડલની 12મી સિઝન ખુબજ રોમાંચક હતી. તમામ સ્પર્ધકો એક એક ગીતો ગાતા અને તેમનાં અવાજમાં મધુરતા હતી. તેથી જ તો શોએ ખાસી એવી પોપ્યુલારિટી હાંસેલ કરી લીધી હતી. આ વખતે ફિનાલેમાં કોસ્ટાર્સ ઉપરાંત 'શેરશાહ'ની ટીમ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી પણ સ્પર્ધકોની સાથે જોવા મળઅયા હતાં.

શો પર જાવેદ અલી, ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિક અને સુખવિંદર જેવાં સિંગર્સ પણ તમામ છ સ્પર્ધકોનો જુસ્સો વધારવાં આવ્યાં હતાં. સાઉથ સિનેમાનાં સુપર સ્ટાર વિજય દેવેરકોન્ડાએ પણ સ્પેશલ વીડિયો મેસેજ શેર કરીને સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત સોની ટીવી પર શરૂ થવાં જઇ રહેલાં શો 'બડે અચ્છે લગતે હૈ 2'નાં લિડ કલાકાર નકૂલ મહેતા અને દિશા પરમાર પણ શો પર પહોચ્યા હતાં.

આ શોનો ફિનાલે જય ભાનુશાલી અને આદિત્ય નારાયણ દ્વારા હોસ્ટ કરવામાં આવ્યો હતો. શોનાં જજ નેહા કક્કર, હિમેશ રેશમિયા અને સોનૂ કક્કરે લાઇવ પરફોર્મન્સ આપ્યાં હતાં. આઠ મહિનાથી ચાલતા આ શોને આખરે તેનો વિજેતા મળી ગયો. પવનદીપ રાજને તેનાં નામે ઇન્ડિયન આઇડલ 12ની ટ્રોફી કરી લીધી.

આ પહેલાં મીડિયા સાથે વાત કરતાં ઇન્ડિયન આઇડલ 12નાં ડિરેક્ટરે જણાવ્યું હતું કે, 'જો મહામારીનો સમય ન હોત તો અમે ફિનાલે મોટા સ્ટેડિયમમાં કરવાનું વિચાર્યું હુતં. અને અમને વિશ્વાસ હતો કે, શોની તમામ ટિકિટ્સ વેચાઇ જશે. આ વખતની સિઝન એટલી બધી લોકોએ પસંદ કરી હતી કે અમે તેનાં છેલ્લાં એપિસોડને કંઇક સ્પેશલ બનાવવાં ઇચ્છતા હતાં. તેથી જ અમે તેને 12 કલાકનો એપિસોડ રાખ્યો હતો.'

શોનો વિજેતા રહેલો પવનદીપ એમ પણ તેનાં સુંદર અવાજ અને એકદમ સાધારણ વ્યક્તિત્વને કારણે લોકોનાં દિલમાં વસી ગયો હતો. અને 100 ટકા તે આ ટ્રોફીનો હકદાર છે.

Next Story