Connect Gujarat
મનોરંજન 

ઇન્ડિયન આઇડલ-12 : યુઝર્સ થયા નારાજ, વાંચો... અનુ મલિકને કેમ ટ્રોલ કરવાનું શરૂ કર્યું..!

ઇન્ડિયન આઇડલ-12 : યુઝર્સ થયા નારાજ, વાંચો... અનુ મલિકને કેમ ટ્રોલ કરવાનું શરૂ કર્યું..!
X

હંમેશા સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ-12 કોઇના કોઇ કારણોસર સતત ચર્ચામાં રહ્યો છે. ક્યારેક શોના સ્પર્ધકોને કારણે તો, ક્યારેક જજના કારણે. જોકે, હાલમાં ઇન્ડિયન આઇડલના જજ અનુ મલિક જે ઇઝરાયલના જિમનાસ્ટ ડોલ્ગોપયાતના જિમનાસ્ટમાં ગોલ્ડ જીતવા પર ટ્રોલ થઇ રહ્યાં છે. ડોલ્ગોપયાતની જીત બાદ તેના દેશનું રાષ્ટ્રગીત વાગવા લાગ્યું હતું. જે સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે.

ઇઝરાયલનાં નેશનલ એંથમને સાંભળતા જ લોકો 'મેરા મુલ્ક, મેરા દેશ, મેરા યે વતન..'ની યાદ આવી ગઇ. જે માટે યૂઝર્સે ઇન્ડિયન આઇડલના અનુ મલિકને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ હતું. યુઝર્સ કહેવાં લાગ્યા હતાં કે, 'તને કોપી કરવા માટે અન્ય દેશનું રાષ્ટ્રગીત જ મળ્યું.' યૂઝર્સ સતત વીડિયો પર કમેન્ટ કરતાં અનુ મલિકને નિશાને લઇ રહ્યાં છે. 'ઇઝરાયલના રાષ્ટ્રગીત અને મેરા મુલ્ક, મેરા દેશ, મેરા યે વતનની ધૂન એક જ લાગે છે. તેના અમુક શબ્દો પણ એક સરખા છે.

આ વાતથી સોશિયલ મીડિયા યુઝર્સ ખુબ જ નારાજ થઇ ગયા છે. વિવાદ અને અનુ મલિકનો ઘણો જુનો સંબંધ રહ્યો છે. આ પહેલી વખત નથી કે, તે તેના ગીતો કે, અન્ય કોઇ કારણસર ચર્ચામાં ન આવ્યા હોય. આ પહેલાં તે Metoo મૂવમેન્ટ સમયે પણ ઘણો ચર્ચામાં રહ્યો હતો, હાલમાં તે સિંગિગ રિયાલિટી શો 'ઇન્ડિયન આઇડલ-12' જજ કરી રહ્યા છે. હાલમાં શોમાંથી જૂના જજમાંથી વિશાલ દદલાની અને નેહા કક્કડ દૂર થઇ ગયા છે, ત્યારે વિશાલ દદલાનીની જગ્યાએ તે શોના જજ તરીકે નજર આવશે. તો સાથે જ નેહા કક્કડની જગ્યાએ તેની બહેન સોનૂ કક્કડ શોની જજ તરીકે નજર આવી રહી છે.

Next Story