Connect Gujarat
મનોરંજન 

જ્હાન્વીએ તેના જન્મદિવસ પર સોશિયલ મીડિયા પર તેના ચાહકોને આપી ખાસ ટ્રીટ

જ્હાન્વીએ તેના જન્મદિવસ પહેલા તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેના ગ્લેમરસ ફોટા શેર કરીને ચાહકોને એક ખાસ ટ્રીટ આપી છે.

જ્હાન્વીએ તેના જન્મદિવસ પર સોશિયલ મીડિયા પર તેના ચાહકોને આપી ખાસ ટ્રીટ
X

ધડક ફિલ્મથી લોકોના દિલમાં વસી ગયેલી ખૂબસૂરત દિવા જ્હાન્વી કપૂરનો આજે જન્મદિવસ છે.જ્હાન્વીએ તેના જન્મદિવસ પહેલા તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેના ગ્લેમરસ ફોટા શેર કરીને ચાહકોને એક ખાસ ટ્રીટ આપી છે.નવી તસવીરોમાં જ્હાન્વી એટલી સુંદર દેખાઈ રહી છે કે જોનારાઓના શ્વાસ રોકાઈ જાય. નવા ફોટામાં જ્હાન્વી કપૂર મેટાલિક કલરના અદભૂત શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. અભિનેત્રીએ આ ડ્રેસ સાથે તેના મેકઅપ લુકને પણ ખાસ રાખ્યો છે. લિપસ્ટિક, સ્મોકી આઈલાઈનર અને કાજલમાં અભિનેત્રીની સુંદરતાનો કોઈ જવાબ નથી. જાહ્નવી તેના સોફ્ટ વાંકડિયા વાળના લુકમાં તબાહી મચાવી રહી છે.

જ્હાન્વી દરેક ફોટોમાં અલગ-અલગ પોઝ આપતી જોવા મળે છે. તસવીરોમાં અભિનેત્રીની આકર્ષક શૈલી અને કિલર એક્સપ્રેશન્સ કોઈપણને દિવાના બનાવી શકે છે. અભિનેત્રીની તસવીરોને અત્યાર સુધીમાં 7 લાખથી વધુ લોકોએ લાઈક કરી છે. કોમેન્ટ સેક્શનમાં હાર્ટ અને ફાયર ઈમોજીસનો વરસાદ થઈ રહ્યો છે. કેટલાક જ્હાન્વીને ખૂબસૂરત તો કેટલાક સેક્સી કહી રહ્યા છે. જ્હાન્વીની આ તસવીરો જોઈને ચાહકો દિલ ખોલી રહ્યા છે. જ્હાન્વીની ગણતરી ઈન્ડસ્ટ્રીની સૌથી ગ્લેમરસ અભિનેત્રીઓમાં થાય છે.

Next Story