Connect Gujarat
મનોરંજન 

'બાહુબલી'ના 'કટપ્પા' સત્યરાજની તબિયત લથડી, કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ, ચાહકો કરી રહ્યા છે પ્રાર્થના

આ દિવસોમાં દેશમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. સામાન્ય લોકોની સાથે સિનેમા અને ટીવી ઇન્ડસ્ટ્રી માં પણ કોરોનાનો પગ પેસારો થઈ ગયો છે.

બાહુબલીના કટપ્પા સત્યરાજની તબિયત લથડી, કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ, ચાહકો કરી રહ્યા છે પ્રાર્થના
X

આ દિવસોમાં દેશમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. સામાન્ય લોકોની સાથે સિનેમા અને ટીવી ઇન્ડસ્ટ્રી માં પણ કોરોનાનો પગ પેસારો થઈ ગયો છે. બોલિવૂડની સાથે સાથે હવે સાઉથ ઈન્ડસ્ટ્રીમાંથી પણ કોવિડ 19ના કેસ સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ બાહુબલી ફિલ્મમાં કટપ્પાના નામથી ફેમસ થયેલા સાઉથના દિગ્ગજ અભિનેતા સત્યરાજ પણ કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા હતા. આ પછી તે હોમ આઇસોલેશનમાં હતા. વધારે તબિયત બગડવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં સત્યરાજના સ્વાસ્થ્યને લઈને કોઈ સતાવાર જાણકારી મળી નથી પરંતુ અહેવાલ મુજબ અભિનેતા સત્યરાજને ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. થોડા દિવસો પહેલા હળવા લક્ષણો અનુભવવાને કારણે તેમનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે બાદ તે કોરોના સંક્રમિત થયા છે. તેમની તબિયતમાં સુધારો ન થવાને કારણે, 7 જાન્યુઆરી, શુક્રવારે સાંજે તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ચાહકો 67 વર્ષના સત્યરાજના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે તેઓ જલ્દી તેમની વચ્ચે આવે. સત્યરાજના ફિલ્મી કરિયરની વાત કરીએ તો તેણે તેની શરૂઆત વર્ષ 1978માં તેની ફિલ્મ 'સત્તમ એન કાયલ'થી કરી હતી. ત્યારબાદ 1985માં મુખ્ય અભિનેતા તરીકે તેમની પ્રથમ ફિલ્મ 'સાવી' હતી. તેમણે લાંબા સમય સુધી પ્રોડક્શન મેનેજર તરીકે પણ કામ કર્યું. ફિલ્મ 'બાહુબલી'માં 'કટપ્પા'ના રોલથી તેને આખા દેશમાં એક અલગ ઓળખ મળી હતી. સત્યરાજને તમિલ ફિલ્મોનો સુપરસ્ટાર કહેવામાં આવે છે.

છેલ્લા કેટલાક દિવસોમાં, તેલુગુ ફિલ્મ ઉદ્યોગના ઘણા સેલેબ્સે COVID-19 માટે સકારાત્મક પરીક્ષણ કર્યું છે. સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ, મંચુ મનોજ, મંચુ લક્ષ્મી, મ્યુઝિક ડાયરેક્ટર તમન, નીતિનનાં પત્ની અને એક્ટર વિશ્વ સેન જેવા ઘણા ફિલ્મ સ્ટાર્સ કોરોના સામે યુદ્ધ લડી રહ્યા છે. આ સાથે જ સમાચાર આવ્યા કે અભિનેત્રી ત્રિશા કૃષ્ણન પણ સંક્રમિત જોવા મળ્યા છે.

Next Story