Connect Gujarat
મનોરંજન 

કવિતા કૌશિક રિતિક રોશનના શર્ટલેસ ફોટો પર થઈ ફીદા, ફોટો શેર કરી લખ્યું ફની કેપ્શન.!!

કવિતા કૌશિકે તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર રિતિક રોશનની શર્ટલેસ સેલ્ફી શેર કરીને એક ફની કેપ્શન લખ્યું છે.

કવિતા કૌશિક રિતિક રોશનના શર્ટલેસ ફોટો પર થઈ ફીદા, ફોટો શેર કરી લખ્યું ફની કેપ્શન.!!
X

કવિતા કૌશિકે તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર રિતિક રોશનની શર્ટલેસ સેલ્ફી શેર કરીને એક ફની કેપ્શન લખ્યું છે. રિતિક રોશનના હોટ ફોટો સાથે કવિતા કૌશિશનું કેપ્શન ચર્ચામાં છે.

બોલિવૂડના સૌથી હેન્ડસમ અને ફિટ એક્ટર રિતિક રોશને પોતાના નવા વર્ષની શરૂઆત કિલર લુક સાથે કરી હતી. નવા વર્ષે રિતિક રોશનની શર્ટલેસ સેલ્ફીએ તેના લાખો ચાહકોનો દિવસ યાદગાર બનાવી દીધો. તેમાંથી એક છે ટીવીની લોકપ્રિય અભિનેત્રી અને બિગ બોસ ફેમ કવિતા કૌશિક, રિતિક રોશનની શર્ટલેસ સેલ્ફી જોઈને જ્યાં લાખો ચાહકોના હૃદયના ધબકારા તેજ થઈ ગયા, ત્યાં કવિતા કૌશિક પણ તેના પર દિલ ખોલી ઊઠી હતી.

કવિતા કૌશિકે તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર રિતિક રોશનની શર્ટલેસ સેલ્ફી શેર કરીને ફની કેપ્શન લખ્યું હતું. રિતિક રોશનના હોટ ફોટો સાથે કવિતા કૌશિશનું કેપ્શન ચર્ચામાં છે. રિતિક રોશનનો ફોટો શેર કરતા કવિતાએ લખ્યું- મતબલ....શું કરવું? શું મારે મારા પતિને ટેકરા પરથી ધક્કો મારવો જોઈએ?

Next Story