Connect Gujarat
મનોરંજન 

દિગવંત ઈરફાન ખાનનો આજે 55મો જન્મદિવસ, કરોડો ફેન્સે યાદ કર્યા...

બૉલીવુડ એક્ટર ઈરફાન ખાન, જો આજે જીવતા હોત તો 55 વર્ષના હોત.

દિગવંત ઈરફાન ખાનનો આજે 55મો જન્મદિવસ, કરોડો ફેન્સે યાદ કર્યા...
X

બૉલીવુડ એક્ટર ઈરફાન ખાન, જો આજે જીવતા હોત તો 55 વર્ષના હોત. ઈરફાન ખાનનો જન્મ રાજસ્થાનના ટોંકમાં તા. 7 જાન્યુઆરી, 1967ના રોજ થયો હતો. ઈરફાન ખાન પોતાની અલગ એક્ટિંગથી બૉલીવુડ સહિત હોલીવુડમાં પણ જાણીતા છે. ઈરફાન ખાન ભલે આ દુનિયામાં નથી, પરંતુ આજે પણ તેના કરોડો ચાહકો તેમને યાદ કરે છે.

ઈરફાન ખાને તેની 3 દાયકા લાંબી અભિનય કારકિર્દીમાં ઘણી સિરિયલો અને ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં 'ચંદ્રકાંતા', 'જય હનુમાન', 'શ્રીકાંત', 'કિરદાર', 'જસ્ટ મોહબ્બત' અને 'પાનસિંહ તોમર' જેવી સિરિયલોનો સમાવેશ થાય છે. તો 'હિન્દી મીડિયમ', 'લાઈફ ઓફ પાઈ', 'જુરાસિક પાર્ક', 'મદારી', 'ધ જંગલ બુક', 'ધ લંચબોક્સ', 'ડી-ડે', 'મકબૂલ' જેવી સુપર હિટ ફિલ્મો પણ સામેલ છે. ઈરફાન ખાનની એક્ટિંગ કરિયર વિશે તો બધા જાણે છે, પરંતુ શું તમે જાણો છો કે, તે એક સમયે ક્રિકેટર પણ હતા. મહાન અભિનેતા બનતા પહેલા ઈરફાનનું ક્રિકેટમાં કરિયર બનાવવાનું સપનું હતું. જોકે, તેઓએ ક્રિકેટર બનવાનું સપનું છોડી દેવું પડ્યું, કારણ કે, તે સમયે તેમની પાસે ક્રિકેટ માટે 600 રૂપિયા જમા કરાવવાની ક્ષમતા નહોતી. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, વર્ષ 2014માં ઈરફાન ખાને "ધ ટેલિગ્રાફ"ને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો, ત્યારે આજે દિગવંત ઈરફાન ખાનના 55મા જન્મદિવસે સૌ ચાહકોએ તેમને યાદ કર્યા હતા.

Next Story