Connect Gujarat
મનોરંજન 

ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયાનાં જામીનથી NCB નાખુશ, કહ્યું -'સમાજ માટે ખતરનાક છે'

લાફ્ટર ક્વીન ભારતી સિંહ અને તેનાં પતિ હર્ષ લિંબાચિયાને નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ધરપકડ કરી હતી. ગત વર્ષે 21 નવેમ્બરનાં તેનાં ઘરેથી NCBએ મારિજુઆના મળી આવ્યું હતું.

ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયાનાં જામીનથી NCB નાખુશ, કહ્યું -સમાજ માટે ખતરનાક છે
X

લાફ્ટર ક્વીન ભારતી સિંહ અને તેનાં પતિ હર્ષ લિંબાચિયાને નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ધરપકડ કરી હતી. ગત વર્ષે 21 નવેમ્બરનાં તેનાં ઘરેથી NCBએ મારિજુઆના મળી આવ્યું હતું. નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ છાપો માર્યા બાદ ડ્રગ્સ રાખવાં અને તેનાં સેવનનાં આરોપમાં બંનેની ધરપકડ કરી હતી. ભારતી અને હર્ષને થોડા દિવસ બાદ તેને આ સમયે કોર્ટે જામીન આપ્યાં હતાં. જોકે, આ જામીનથી NCB બિલકુલ ખુશ નથી. પોતાની નારાજગીનો ઉલ્લેખ તેમણે હાલમાં એક કેસ દરમીયાન NCBએ મુંબઇની એક સેશન કોર્ટમાં કર્યો છે.

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદ તેનાં કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યો હતો. પોલીસ તપાસ શરૂ કરી તો ઘણી નામી હસ્તીઓનું નામ સામે આવ્યું. NCBએ પુછપરછ શરૂ કરી હતી. કેસની તપાસ જેમ જેમ આગળ વધી તેમ તેમ ઘણાં સેલિબ્રિટીઝ NCBની રડારમાં આવી ગયા. ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાનું નામ સામે આવ્યાં બાદ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ તેનાં ઘરે રેડ પાડી હતી તો ધરપકડ કરી હતી. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનો રિપોર્ટ મુજબ, ભારતી અને હર્ષને ડ્રગ્સ કેસમાં જામીન મળતા NCB ખુશ ન હતી.

સેશન કોર્ટમાં NCBએ મેજિસ્ટ્રેટે કોર્ટ ઓર્ડર પર વાત કતાં કહ્યું હતું કે, ભારતી સિંહ અને હર્ષનાં ડ્રગ્સ કેસમાં જામીન મિળતા સોસાયટી માટે એક ખતરનાક સિગ્નલ છે. જે દર્શાવે છે કે, હાઇ પ્રોપાઇલ વાળા આરોપી સહેલાઇથી છુટી જાય છે. ખરેખરમાં, NCBએ આ વાત કોર્ટમાં ત્યારે કહી જ્યારે તે ડ્રગ્સ કેસમાં અન્ય એક આરોપીને લઇ સુનાવણી માટે પહોંચી હતી.

ગત વર્ષે 21 નવેમ્બરનાં NCBએ ભારતી અને હર્ષનાં અંધેરી સ્થિત ઘરે 86.50 ગ્રામ મારિજુઆના મળી આવ્યું હતું. ભારતી અને હર્ષે આ સ્વીકાર કર્યું હતું. તે બંને ગાંજો લે છે. આ બાદ ભારતી અને હર્ષની NCBએ ધરપકડ કરી હતી. જોકે, બીજા દિવસે 22 નવેમ્બરનાં ભારતી અને હર્ષને જામીન મળી ગયા છે.

મેજિસ્ટ્રેટ કોર્ટે તેને જામીન એટલે આપ્યાં કારણ કે NCB તરફથી કોર્ટમાં કોઇ પુખ્તા પુરાવા હર્ષ અને ભારતી સિંહ વિરુદ્ધ ન હતાં. ભારતી અને હર્ષને 15-15 હજાર રૂપિયા જમા કર્યા બાદ જામીન પર છોડ્યાં હતાં.

Next Story