Connect Gujarat
મનોરંજન 

હવે મહેશ બાબુ જાહેરાતને લઈને નિર્દયતાથી ટ્રોલ, યુઝર્સે કહ્યું- બોલિવૂડ અફોર્ડ શકે તેમ નથી,પણ...

યુઝર્સે મહેશ બાબુનની એડને લઈ ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. એક ટ્વિટર યુઝરે લખ્યું, "બોલીવુડ મહેશ બાબુને અફોર્ડ કરી શકે તેમ નથી

હવે મહેશ બાબુ જાહેરાતને લઈને નિર્દયતાથી ટ્રોલ, યુઝર્સે કહ્યું- બોલિવૂડ અફોર્ડ શકે તેમ નથી,પણ...
X

મહેશ બાબુએ હાલમાં જ ફિલ્મ 'મેજર'ના ટ્રેલર લોન્ચ દરમિયાન એક ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. જ્યારે તેને બોલિવૂડ ફિલ્મોમાં અભિનય કરવાની યોજના વિશે પૂછવામાં આવ્યું, ત્યારે અભિનેતાએ કહ્યું કે 'બોલીવુડ તેને અફોર્ડ કરી શકતું નથી'. અભિનેતાના આ નિવેદનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જોકે બાદમાં મહેશ બાબુએ આ નિવેદન બદલ માફી માંગી હતી. પરંતુ સોશિયલ મીડિયા હજુ પણ આ જ વિષય પર વાતચીતથી ગુંજી રહ્યું છે. હવે યુઝર્સ મહેશ બાબુને તેમની વિવાદાસ્પદ ટીપ્પણીને લઈને પાન મસાલા બ્રાન્ડના પ્રચાર માટે નિર્દયતાથી ટ્રોલ કરી રહ્યા છે.

યુઝર્સે કર્યો ટ્રોલ :

ગયા વર્ષે, મહેશ બાબુ ટાઇગર શ્રોફ સાથે પાન મસાલા બ્રાન્ડની જાહેરાતનો ભાગ હતો. યુઝર્સે હવે તે એડ પર મહેશ બાબુને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. એક ટ્વિટર યુઝરે લખ્યું, "બોલીવુડ મહેશ બાબુને અફોર્ડ કરી શકે તેમ નથી, પરંતુ પાન મસાલા બ્રાન્ડ કરી શકે છે."

Next Story