Connect Gujarat
મનોરંજન 

'રાધે શ્યામ'માં ચાર્મિંગ લુકમાં જોવા મળશે પ્રભાસ, ફિલ્મની રિલીઝ ડેટ જાહેર

રાધે શ્યામમાં ચાર્મિંગ લુકમાં જોવા મળશે પ્રભાસ, ફિલ્મની રિલીઝ ડેટ જાહેર
X

સુપરસ્ટાર પ્રભાસ સ્ટારર પીરિયડ રોમેન્ટિક ડ્રામ રાધે શ્યામની રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મ આગામી વર્ષે 14 જાન્યુઆરીએ મોટા પડદા પર રિલીઝ થશે. પ્રભાસે શુક્રવારે સવારે ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનું પોસ્ટર શેર કર્યું હતું. પોસ્ટરમાં અભિનેતા ક્લાસિક બ્લેક સૂટમાં જોવા મળ્યા અને એક હાથમાં બ્રીફકેસમાં જોવા મળી રહ્યા છે.

ચાહકો લાંબા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને ફિલ્મની ટીમે પોસ્ટર અને અન્ય ઝલક જાહેર કરીને દરેકના ઉત્સાહને જીવંત રાખ્યો છે અને હવે આખરે તારીખ બહાર આવી છે. કેપ્શનમાં લખ્યું કે, 'મારી રોમેન્ટિક ફિલ્મ તમને બધાને બતાવવા માટે ઉત્સાહિત છું. રાધે શ્યામની નવી રીલીઝ તારીખ 14 જાન્યુઆરી 2022 છે.

રાધે શ્યામ પ્રભાસની રોમેન્ટિક શૈલીમાં વાપસી છે. જેમાં પૂજા હેગડે પણ છે. લોકો આતુરતાથી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. ઘણા લોકોનું માનવું છે કે આ ફિલ્મ વર્ષની સૌથી મોટી ફિલ્મમાંથી એક હશે અને પ્રભાસના ચાહકો આ જાહેરાત સાંભળીને ચોક્કસ ખુશ થશે.

પોસ્ટરમાં પ્રભાસે હાથમાં સૂટકેસ પકડીને સૂટ પહેર્યો છે. પ્રભાસની આસપાસ મોટી ઇમારત જોવા મળી રહી છે. પ્રભાસે ફોટો શેર કરતા લખ્યું, 'મારી રોમેન્ટિક ફિલ્મ તમને બધાને બતાવવા માટે ઉત્સાહિત છું. રાધે શ્યામની નવી રીલીઝ તારીખ 14 જાન્યુઆરી 2022 છે.

આ ફિલ્મ સાથે લગભગ એક દાયકાના અંતરાલ બાદ પ્રભાસ રોમેન્ટિક શૈલીમાં પરત ફરી રહ્યા છે. આ સિવાય ફિલ્મમાં પ્રભાસ અને પૂજા હેગડેની નવી જોડી જોવા મળશે અને ફિલ્મના ઘણાં પોસ્ટર બહાર આવ્યાં છે જેમાં પ્રભાસને એક લવર બોયના અવતારમાં બતાવવામાં આવ્યો છે.

આ ફિલ્મ 14 જાન્યુઆરી 2022 ના રોજ સ્ક્રીન પર રિલીઝ થશે. રાધે શ્યામ બહુભાષી ફિલ્મ હશે અને ગુલશન કુમાર અને ટી-સિરીઝ દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે. આ ફિલ્મનું નિર્દેશન રાધા કૃષ્ણ કુમાર દ્વારા કરવામાં આવ્યું છે. આ યુવી ક્રિએશન્સ દ્વારા બનાવવામાં આવી છે. ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર, વામસી અને પ્રમોદ દ્વારા કરવામાં આવ્યું છે.

Next Story