Connect Gujarat
મનોરંજન 

પ્રિયંકા ચોપરાએ આખરે બતાવ્યો દીકરીનો ચહેરો, માલતી મેરી શાંતિથી સૂતી જોવા મળી.!

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ આ વર્ષની શરૂઆતમાં સરોગસી દ્વારા તેમના પ્રથમ બાળકના માતાપિતા બન્યા હતા.

પ્રિયંકા ચોપરાએ આખરે બતાવ્યો દીકરીનો ચહેરો, માલતી મેરી શાંતિથી સૂતી જોવા મળી.!
X

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ આ વર્ષની શરૂઆતમાં સરોગસી દ્વારા તેમના પ્રથમ બાળકના માતાપિતા બન્યા હતા. તેઓએ તેમની નાની છોકરીનું નામ માલતી મેરી ચોપરા જોનાસ રાખ્યું છે. નવા માતા-પિતા તેમની પુત્રીની સંભાળ રાખવામાં અને તેની સાથે કિંમતી ક્ષણો શેર કરવામાં વ્યસ્ત છે. પ્રિયંકા ચોપરા તેની પુત્રીને મીડિયાની ચમકથી દૂર રાખે છે. સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરતી વખતે પણ તે દીકરીનો ચહેરો ઢાંકીને રાખે છે. આ સિવાય પ્રિયંકા બહાર આવે ત્યારે પણ માલતીનો ચહેરો ઢાંકે છે. આ સિવાય પ્રિયંકા ચોપરાના ફોટા પર પણ ચાહકો તેની પુત્રીની તસવીરો જોવાની ઈચ્છા વ્યક્ત કરતા રહે છે. હવે પ્રિયંકાએ ચાહકોની આ ઈચ્છા પૂરી કરી છે. પ્રિયંકા ચોપરાએ હાલમાં જ તેની પુત્રીનો ચહેરો બતાવ્યો છે. જેને જોઈને ફેન્સ ઘણા ખુશ થઈ શકે છે.


હાલમાં જ પ્રિયંકા ચોપરાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પુત્રીની તસવીર શેર કરી છે, જેમાં માલતી મેરી ચોપરાનો ચહેરો દેખાઈ રહ્યો છે. આજે સવારે જ્યારે પ્રિયંકાએ તેના ઇન્સ્ટા પરિવારને તેની પુત્રીની આંશિક ઝલક બતાવી હતી. જેમાં દીકરીનો અડધો ચહેરો ખુલ્લો હતો. તસવીરમાં માલતી મેરી ચોપરા ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. ફોટો જોઈને એવું લાગી રહ્યું હતું કે પ્રિયંકાની દીકરી સૂઈ રહી છે. તસવીરની સાથે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું - મારો મતલબ... આ સાથે તેણે બે ક્યૂટ ઇમોજી પણ શેર કર્યા છે.

Next Story