Connect Gujarat
મનોરંજન 

પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મૂસેવાલાની ગોળી મારીને ધોળે દિવસે હત્યા

જાણીતા પંજાબી ગાયક સિદ્ધૂ મૂસેવાલાની ધોળેદિવસે હત્યા કરી દેવામાં આવી છે. તેમના પર માનસાના જવાહરકે ગામમાં ફાયરિંગ થયું.

પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મૂસેવાલાની ગોળી મારીને ધોળે દિવસે હત્યા
X

જાણીતા પંજાબી ગાયક સિદ્ધૂ મૂસેવાલાની ધોળેદિવસે હત્યા કરી દેવામાં આવી છે. તેમના પર માનસાના જવાહરકે ગામમાં ફાયરિંગ થયું. ફાયરિંગમાં મૂસેવાલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું જ્યારે તેમના 2 સાથી ઘાયલ થયા છે. પંજાબમાં CM ભગવંત માનની આગેવાનીવાળી AAP સરકારે શનિવારે જ સિદ્ધૂ મૂસેવાલાની સિક્યોરિટી ઘટાડી હતી.

મૂસેવાલાની પાસે પહેલાં લગભગ 8થી 10 ગનમેન હતા. માન સરકારે સિક્યોરિટી ઘટાડ્યા બાદ તેમની પાસે માત્ર 2 જ ગનમેન વધ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ સિદ્ધૂ મૂસેવાલા પોતાના સાથીઓની સાથે ગાડી લઈને જઈ રહ્યાં હતા. ત્યારે કાળા રંગની ગાડીમાં સવાર 2 હુમલાખોરોએ તેમના પર ફાયરિંગ કર્યું.

સિદ્ધૂ મૂસેવાલાએ પંજાબ વિધાનસભા ચૂંટણીમાં માનસા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીના ડૉ. વિજય સિંગલા વિરૂદ્ધ ચૂંટણી લડી હતી. જેમાં મૂસેવાલાની હાર થઈ હતી અને તેમને હરાવનાર વિજય સિંગલા રાજ્યના આરોગ્ય મંત્રી બન્યા હતા..

Next Story