Connect Gujarat
મનોરંજન 

પુષ્પાએ પોલીસ સામે ઝૂકવું પડ્યું ! વાંચો અલ્લુ અર્જુને કેમ દંડ ભરવો પડ્યો ?

તાજેતરમાં જ અલ્લુ અર્જુને પુષ્પા ફિલ્મની સફળતાનો સ્વાદ ચાખ્યો છે. આ ફિલ્મમાં તેના અભિનય અને એક્શનની ચોમેર પ્રશંસા થઈ રહી છે.

પુષ્પાએ પોલીસ સામે ઝૂકવું પડ્યું ! વાંચો અલ્લુ અર્જુને કેમ દંડ ભરવો પડ્યો ?
X

તાજેતરમાં જ અલ્લુ અર્જુને પુષ્પા ફિલ્મની સફળતાનો સ્વાદ ચાખ્યો છે. આ ફિલ્મમાં તેના અભિનય અને એક્શનની ચોમેર પ્રશંસા થઈ રહી છે. આ દરમિયાન તે કાયદાકીય મુશ્કેલીમાં મુકાયો હોવાનું અહેવાલો કહી રહ્યા છે. અલ્લુ અર્જુન સામે ટ્રાફિકના નિયમો તોડવાનો આરોપ લગાવાયો છે અને હૈદરાબાદ ટ્રાફિક પોલીસે તેની સામે કાર્યવાહી કરી છે.

બોલીવૂડ લાઇફના અહેવાલ મુજબ અલ્લુ અર્જુનને તાજેતરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ દંડ ભરવો પડયો હતો. તેની લેન્ડ રોવર રેન્જ રોવર લક્ઝરી એસયુવીમાં ટીન્ટેડ ગ્લાસ હોવાથી હૈદરાબાદ પોલીસે તેને દંડ ફટકાર્યો હતો. અહેવાલ મુજબ, અલ્લુ અર્જુનને 700 રૂપિયાનો દંડ ભરવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, 2012માં સુપ્રીમ કોર્ટે કારમાં ટીન્ટેડ ગ્લાસ તેમજ સન ફિલ્મ સહિતના અન્ય વિકલ્પોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ત્યારે હૈદરાબાદમાં પોલીસે ટીન્ટેડ વિંડો શિલ્ડ જોયા બાદ અલ્લુ અર્જુનની કારને રોકી હતી.

Next Story