Connect Gujarat
મનોરંજન 

આર. માધવન પુત્ર માટે દુબઈ શિફ્ટ થયો, કારણ છે ઓલિમ્પિક્સ 2026

એક તરફ આર. માધવન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સફળતાના શિખરોને સ્પર્શી રહ્યો છે તો બીજી તરફ તેનો 16 વર્ષનો પુત્ર વેદાંત દેશ માટે ઓલિમ્પિકની તૈયારી કરી રહ્યો છે.

આર. માધવન પુત્ર માટે દુબઈ શિફ્ટ થયો, કારણ છે ઓલિમ્પિક્સ 2026
X

એક તરફ આર. માધવન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સફળતાના શિખરોને સ્પર્શી રહ્યો છે તો બીજી તરફ તેનો 16 વર્ષનો પુત્ર વેદાંત દેશ માટે ઓલિમ્પિકની તૈયારી કરી રહ્યો છે. આર માધવનનો પુત્ર વેદાંત ઓલિમ્પિક 2026 દુબઈમાં સ્વિમિંગની તાલીમ લઈ રહ્યો છે. પુત્રની તાલીમમાં કોઈ કમી ન હોવી જોઈએ આ કારણે આર માધવન પરિવાર સાથે દુબઈ શિફ્ટ થઈ ગયો છે.

આર. માધવને બોલિવૂડ હંગામાને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાતની પુષ્ટિ કરી છે. અભિનેતાએ કહ્યું- 'કોવિડને કારણે મુંબઈમાં મોટા સ્વિમિંગ પૂલ બંધ છે અથવા ત્યાં કોઈ સુવિધા નથી. અમે અહીં વેદાંત સાથે દુબઈમાં છીએ, જ્યાં તેને મોટા પૂલની ઍક્સેસ છે. તે ઓલિમ્પિક માટે કામ કરી રહ્યો છે અને સરિતા (આર. માધવનની પત્ની) અને હું હંમેશા તેની સાથે છીએ. આર. માધવને વાતચીતમાં પુત્રની કારકિર્દી વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે તેઓ માતા-પિતા હોવાથી પુત્રને તેના સપનામાં સાથ આપવામાં માને છે. તે આખી દુનિયામાં ઘણી સ્વિમિંગ ચેમ્પિયનશિપ જીતી રહ્યો છે અને અમને ગૌરવ અપાવી રહ્યો છે. તેણે કહ્યું કે તમામ માતા-પિતાએ તેમના બાળકોને ઉડવા દેવા જોઈએ અને તેમને એ વાતનો અફસોસ નથી કે તેમના પુત્રએ અભિનેતા બનવાનું પસંદ કર્યું નથી. તે કહે છે- તેણે જે રસ્તો પસંદ કર્યો છે તે મારા માટે મારી પોતાની કારકિર્દી કરતાં વધુ મહત્ત્વનો છે.

Next Story