સલમાન ખાનના પિતા અને દિગ્ગજ સ્ક્રીન રાઇટર સલીમ ખાન મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ

જોકે પરિવાર તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી કે ખરેખર તેમની સાથે શું થયું હતું, મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે બોલિવૂડના ફેમસ સ્ક્રીન રાઇટરને

New Update
scss

સલમાન ખાનના પિતા અને દિગ્ગજ સ્ક્રીન રાઇટર સલીમ ખાનને મંગળવાર, 17 ફેબ્રુઆરીના રોજ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ થોડી વારમાં સલમાન ખાન પણ હોસ્પિટલમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અલવીરા અગ્નિહોત્રી, આયુષ શર્મા અને અન્ય પરિવારના ઘણા સભ્યો પણ સલીમ ખાનની ખબર પૂછવા માટે હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા. ફેન્સ સલીમ ખાનના સ્વાસ્થ્ય વિશે ચિંતિત છે અને જાણવા માંગે છે કે તેમને શું થયું છે.

જોકે પરિવાર તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી કે ખરેખર તેમની સાથે શું થયું હતું, મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે બોલિવૂડના ફેમસ સ્ક્રીન રાઇટરને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા.આ દરમિયાન મીડિયા સોર્સ દ્વારા ખુલાસો થયો છે કે સલીમ ખાનને હોસ્પિટલમાં કેમ દાખલ કરવામાં આવ્યા છે.સલીમ ખાનને હોસ્પિટલમાં દાખલ થવાનું કારણ જણાવ્યું કે સલીમ ખાનને બ્લડ ક્લોટ હોવાની વાત સામે આવે છે.જેના કારણે સલીમ ખાનને ખૂબ ચક્કર આવી રહ્યા હતા, ત્યારબાદ સલમાન ખાન અને તેમનો પરિવાર તેમને લીલાવતી હોસ્પિટલમાં લઈ ગયા. સલીમ સાહેબ ICUમાં હતા પરંતુ તેમના વાયરલ પેરામીટર્સ સ્ટેબલ છે.

"90 વર્ષીય સલીમ ખાનની સારવાર કરી રહેલા ડોક્ટરે કહ્યું કે, સલીમ ખાનને મંગળવારે સવારે 8.30 વાગ્યે આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉક્ટરે વધુમાં કહ્યું, "સલીમ ખાન તેમના ફેમિલી ડૉક્ટરદ્વારા ઇમરજન્સી રૂમમાં લાવવામાં આવ્યા હતા. ઇમરજન્સી રૂમમાં ઇમરજન્સી સંભાળ શરૂ કરવામાં આવી હતી અને સલીમ ખાનને પહેલા માળે ઇન્ટેસિવ કેરમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા." ન્યૂરોલોજિસ્ટ, કાર્ડિયોલોજિસ્ટ અને ન્યૂરોસર્જન ડોક્ટરોની એક ટીમ સારવાર કરી રહી છે.

Latest Stories