Connect Gujarat
મનોરંજન 

સલમાન ખાનની ફિલ્મ અંતિમ લાસ્ટ ધ ફાઇનલ ટ્રુથ સિનેમા ઘરોમાં થઈ રીલીઝ,દર્શકો પસંદ કરી રહ્યા છે દમદાર એક્ષન

બોલિવૂડ એક્ટર સલમાન ખાનની ફિલ્મ અંતિમ લાસ્ટ ધ ફાઇનલ ટ્રુથ 26 નવેમ્બરે સિનેમાઘરોમાં આજે રિલીઝ થઈ છે.

સલમાન ખાનની ફિલ્મ અંતિમ લાસ્ટ ધ ફાઇનલ ટ્રુથ સિનેમા ઘરોમાં થઈ રીલીઝ,દર્શકો પસંદ કરી રહ્યા છે દમદાર એક્ષન
X

બોલિવૂડ એક્ટર સલમાન ખાનની ફિલ્મ અંતિમ લાસ્ટ ધ ફાઇનલ ટ્રુથ 26 નવેમ્બરે સિનેમાઘરોમાં આજે રિલીઝ થઈ છે. પહેલીવાર સલમાન અને આયુષ સ્ક્રીન પર એકબીજાની સામે જોવા મળી રહ્યા છે. ફિલ્મના પોસ્ટર, ગીતો, ટ્રેલર, ટીઝર રિલીઝ થઈ ચૂક્યા છે. ખાસ વાત એ છે કે, સોશિયલ મીડિયા પર આ ફિલ્મને લઈને સતત ચર્ચા ચાલી રહી છે.સલમાન ખાનની છેલ્લી ફિલ્મ 'દબંગ 3' 20 ડિસેમ્બર 2019ના રોજ રિલીઝ થઈ હતી, જેણે બોક્સ ઓફિસ પર લગભગ 146 કરોડની કમાણી કરી હતી. લાંબા સમય બાદ સલમાનના ફેન્સને તેને સ્ક્રીન પર જોવાનો મોકો મળી રહ્યો. અંતિમ ધ ફાઈનલ ટ્રુથ'માં સલમાન ખાન સરદારના રોલમાં છે અને તે પોલીસના કિરદારમાં છે તેનો સાળો આયુષ શર્મા રાહુલિયા નામનો ગેંગસ્ટર છે. આ ફિલ્મમાં બંને વચ્ચે ભીષણ એન્કાઉન્ટર અને સંઘર્ષ બતાવવામાં આવ્યો છે. અંતિમમાં પોલીસ vs ગેંગસ્ટર ડ્રામા છે, બે સ્ટાર્સ વચ્ચેના આકર્ષક એક્શન સિક્વન્સ છે. ખાસ વાત એ છે કે, એક્શનમાં કોણ કોની ઉપર ભારે પડી રહ્યું તે દર્શકો નક્કી કરી શકશે નહીં. બંનેએ શાનદાર પરફોર્મન્સ આપ્યું છે.ફિલ્મના ગીતો પણ શાનદાર છે અને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. મહેશ માંજરેકર, અભિજીત દેશપાંડે, સિદ્ધાર્થ સાલ્વીએ ફિલ્મના સંવાદો લખ્યા છે જે ખૂબ જ પ્રભાવશાળી છે. તો સલમાન ખાન, આયુષ શર્મા સાથે મહિમા મકવાણા પણ આ ફિલ્મમાં સરપ્રાઈઝ છે. સપને સુહાને લડકપન કે, અધુરી કહાની હમારી, રિશ્તો કા ચક્રવ્યુહ, શુભારબંધ જેવી સિરિયલોમાં મુખ્ય ભૂમિકા ભજવીને લોકપ્રિયતા મેળવનાર મહિમા મકવાણા સલમાન ખાનની ફિલ્મ અંતિમમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. મહિમા આ ફિલ્મથી ટીવીની દુનિયામાંથી બહાર નીકળીને બોલિવૂડની દુનિયામાં પગ મુકવા જઈ રહી છે

Next Story