Connect Gujarat
મનોરંજન 

શેરશાહ: કેપ્ટન વિક્રમ બત્રાનો અંતિમ લેટર આવ્યો બહાર, વાંચીને આંસુ નહીં રોકી શકો

શેરશાહ: કેપ્ટન વિક્રમ બત્રાનો અંતિમ લેટર આવ્યો બહાર, વાંચીને આંસુ નહીં રોકી શકો
X

શેરશાહ ફિલ્મ એમોઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થઇ છે. જેમાં સિદ્ધાર્થે વિક્રમ બત્રાનો રોલ પ્લે કર્યો છે. આ ફિલ્મ રિલીઝ થતાંની સાથે જ સુપરહીટ થઇ ગઇ હતી. લોકોએ સિદ્ધાર્થ અને કિયારાની એક્ટિંગના ખુબ વખાણ કર્યા છે.

ફિલ્મની રિલીઝ બાદ હાલમાં જ સિદ્ધાર્થ સમય કાઢીને દિલ્હીમાં સ્થિત વૉર મેમોરિયલ પહોંચ્યો હતો અને જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. બાદમાં સિદ્ધાર્થે વિક્રમનો છેલ્લો લેટર પણ સોશ્યલ મિડીયા પર શૅર કર્યો હતો. તેમાં લખ્યું છે કે તે સમયે કેપ્ટન કારગિલ વૉરના યુદ્ધસ્થળ પર હાજર હતા. આ લેટર પર 23 જૂન 1999ની તારીખ લખેલી છે. આ લેટર લખ્યાના 15 દિવસ બાદ કેપ્ટન વિક્રમ બત્રાએ દેશ માટે જીવ આપી દીધો હતો.


પોતાના લેટરમાં વિક્રમે લખ્યું હતું કે, આ લેટર હું પોઇન્ટ 5140થી લખી રહ્યો છું. હા, તમને જાણીને ખુશી થશે કે અમે તેના પર કબજો જમાવી લીધો છે. લેટરમાં લખ્યું કે, લેફ્ટનેન્ટ જામવાલ અને મે તેના પર હુમલો કર્યો અને પાકિસ્તાનઓને મારીને તેના પર તિરંગો લહેરાવી દીધો છે. આખી બટાલિયન અમારી પફોર્મન્સથી ખુબ ખુશ છે અને અમારુ નામ મહાવીર ચક્ર માટે મોકલવામાં આવ્યું છે. તે સાથે જ મને કેપ્ટનની રેન્ક પણ મળી ગઇ છે.

Next Story