Connect Gujarat
મનોરંજન 

લાઉડસ્પીકર અને હનુમાન ચાલીસાના વિવાદમાં સોનુ સૂદે તોડી ચુપ્પી, કહી આ વાત

દેશમાં ચાલી રહેલા લાઉડસ્પીકર અને હનુમાન ચાલીસા વિવાદમાં બોલિવૂડ સેલિબ્રિટીઓ પણ એક પછી એક કૂદી રહ્યા છે.

લાઉડસ્પીકર અને હનુમાન ચાલીસાના વિવાદમાં સોનુ સૂદે તોડી ચુપ્પી, કહી આ વાત
X

દેશમાં ચાલી રહેલા લાઉડસ્પીકર અને હનુમાન ચાલીસા વિવાદમાં બોલિવૂડ સેલિબ્રિટીઓ પણ એક પછી એક કૂદી રહ્યા છે. જેમાં લેટેસ્ટ નામ સોનુ સૂદનું છે. તાજેતરમાં જ એક સવાલનો જવાબ આપતા અભિનેતાએ પોતાનો પક્ષ રાખ્યો હતો. તેમણે આવા વિવાદ પર દુઃખ વ્યક્ત કર્યું અને લોકોને સાથે રહેવા અપીલ કરી.

પૂણેમાં JITO Connect 2022 સમિટમાં ભાગ લેનાર સોનુ સૂદે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા કહ્યું કે, 'હનુમાન ચાલીસા અને લાઉડસ્પીકર પર ચાલી રહેલો વિવાદ દુઃખ પહોંચાડે છે અને જે રીતે લોકો એકબીજા સામે ઝેર ઓકતા હોય છે, તેનાથી દિલ પણ તૂટી જાય છે. છેલ્લા અઢી વર્ષમાં અમે સાથે મળીને કોરોના મહામારી સામે લડ્યા છે. તેથી આપણે હજી પણ સાથે રહેવું જોઈએ. આ સિવાય તેમણે કહ્યું કે કોરોનાની પહેલી અને બીજી વેવમાં જ્યારે લોકોને ઓક્સિજનની જરૂર હતી, ત્યારે કોઈએ ધર્મની પરવા કરી ન હતી. બધાએ એકબીજાને મદદ કરી. રાજકીય પક્ષોએ પણ કોઈનો ધર્મ જોયા વિના સૌનું વિચાર્યું, કોરોનાને કારણે આપણે એક થઈ ગયા, પછી હવે શું થયું? સોનુ સૂદે રાજકીય પક્ષોને એક સારા દેશ માટે સાથે આવવા અપીલ પણ કરી હતી. તેમણે કહ્યું કે આપણે ધર્મ અને જાતિની સીમાઓ તોડવી પડશે જેથી આપણે માનવીય ધોરણે યોગદાન આપી શકીએ.

Next Story