Connect Gujarat
મનોરંજન 

એક્ટ્રેસ કાજોલની બહેન તનિષા મુખર્જીને કોરોના થયો, સો. મીડિયા પર આપી જાણકારી

'હેલો એવરીવન, હું કોવિડ પોઝિટિવ છું અને હવે મારે થોડા દિવસ આઈસોલેશનમાં રહેવાની જરૂર છે: તનિષા મુખર્જી

એક્ટ્રેસ કાજોલની બહેન તનિષા મુખર્જીને કોરોના થયો, સો. મીડિયા પર આપી જાણકારી
X

બોલિવૂડ અભિનેત્રી કાજોલની નાની બહેન તનિષા મુખર્જીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તનિષાએ જાતે જ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ વાતની જાણકારી આપી છે. તેને પોસ્ટમાં લખ્યું, 'હેલો એવરીવન, હું કોવિડ પોઝિટિવ છું અને હવે મારે થોડા દિવસ આઈસોલેશનમાં રહેવાની જરૂર છે.' આ પહેલા અભિનેત્રી ઉર્મિલા માતોંડકર અને સાઉથ એક્ટર કમલ હાસન કોરોના સંક્રમિત થયા હતા. વર્ક ફ્રંટની વાત કરીએ તો અત્યારે તનિષા મુખર્જી પોતાની અપકમિંગ ફિલ્મ કોડ નેમ અબ્દુલ માટે કામ કરી રહી છે.. આ ફિલ્મમાં તે એર રૉ એજન્ટના રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ તેને લખનઉમાં કર્યું છે. તે ઉપરાંત તનિષા મુખર્જીએ હિન્દી ફિલ્મોની સાથે સાથે તેલુગુ અને તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેને 'શ્શ્શ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ 2003માં રિલીઝ થઈ હતી. ત્યારબાદ અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનની સાથે હિટ ફિલ્મ 'સરકાર'માં જોવા મળી હતી. તે ઉપરાંત તેને 'નીલ એન નિક્કી', 'મસ્ત હો જાઓ', 'ટેંગો ચાર્લી' જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

Next Story