Connect Gujarat
મનોરંજન 

ટીવી રિયાલિટી શો બિગ બોસની 15મી સિઝનમાં તેજસ્વી પ્રકાશ વિનર બની...

ભારતીય ટેલીવિઝનના રિયાલિટી શો બિગ બોસની 15મી સિઝનમાં તેજસ્વી પ્રકાશ વિનર બની છે

ટીવી રિયાલિટી શો બિગ બોસની 15મી સિઝનમાં તેજસ્વી પ્રકાશ વિનર બની...
X

ભારતીય ટેલીવિઝનના રિયાલિટી શો બિગ બોસની 15મી સિઝનમાં તેજસ્વી પ્રકાશ વિનર બની છે, ત્યારે પ્રતીક સહજપાલ ફર્સ્ટ રનર અપ રહ્યો છે. તેજસ્વીને ટ્રોફીની સાથે રૂપિયા 40 લાખની પ્રાઇઝ મની પણ આપવામાં આવી છે.

ટીવી રિયાલિટી શો બિગ બોસની 15મી સિઝન દરમ્યાન દિવંગત સિદ્ધાર્થ શુક્લાને યાદ કરી સલમાન ખાન અને શહનાઝ બન્ને રડી પડ્યા હતા. બિગ બોસની 15મી સિઝનમાં ટોપ 4માં કરણ કુંદ્રા અને નિશાંત ભટ્ટ પણ હતા. પરંતુ નિશાંતે ઓપ્શનમાં આપેલા 10 લાખ રૂપિયા લઈ શો છોડી દીધો હતો. બિગ બોસના મંચ પરથી નાગિન-6 અને તેની લિડ એક્ટ્રેસનું પણ એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું. આ શોમાં બિગ બોસ 15ની વિનર તેજસ્વી પ્રકાશ જ નાગિનના રોલમાં જોવા મળશે અને આ શો એકતા કપૂર પ્રોડ્યૂસ કરી રહી છે.

Next Story