Connect Gujarat
મનોરંજન 

અભિનેત્રી પ્રિયંકા ચોપરાનાં ઘરે પારણા બંધાયા, સેરોગસીથી બની માતા

અભિનેત્રી પ્રિયંકા ચોપરાનાં ઘરે પારણા બંધાયા, સેરોગસીથી બની માતાબોલીવુડમાં દેશી ગર્લના નામથી જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરા માં બની ચૂકી છે.

અભિનેત્રી પ્રિયંકા ચોપરાનાં ઘરે પારણા બંધાયા, સેરોગસીથી બની માતા
X

અભિનેત્રી પ્રિયંકા ચોપરાનાં ઘરે પારણા બંધાયા, સેરોગસીથી બની માતાબોલીવુડમાં દેશી ગર્લના નામથી જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરા માં બની ચૂકી છે.અભિનેત્રીએ આ અંગે તેણે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટથી જાણકારી આપી છે. અભિનેત્રી સરોગેસીના માધ્યમથી બની છે. આ અંગે સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી.એક્ટ્રેસે પોતાના ઈન્ટાગ્રામ અકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી ખુશખબરી પોતાના ફેન્સ સાથે શેર કરી હતી. થોડીક વાર પહેલા જ શેર કરવામાં આવેલી આ પોસ્ટમાં એક્ટ્રેસે લખ્યું, અમે આ જણાવતા બહું ખુશ છીએ કે અમે સરોગેસીના માધ્યમથી અમારા બાળકનું સ્વાગત કરીએ છીએ. અભિનેત્રીએ આગળ લખ્યું કે, આ ખાસ પ્રસંગ પર અમે સન્માન પૂર્વક પોતાના ઓળખ ખાનગી રાખવાની માંગ કરીએ છીએ કેમ કે આ સમયે અમે પોતાનું ધ્યાન અમારા પરિવાર પર કેન્દ્રિત કરવા ઈચ્છીએ છીએ. તમામનો આભાર.'સોશલ મીડિયા પર આ સમાચાર સામે આવતા જ આ કપલને અભિનંદનનો વરસાદ શરુ થઈ ગયો છે. અભિનેત્રીએ આ પોસ્ટ પર તેના ફેન્સને લઈને અનેક સેલિબ્રિટી સુધી કમેન્ટ કરી રહ્યા છે. આ ઉપરાંત કપલના મિત્રો અને પરિવાર વાળા પણ તેને અભિનંદન આપી રહ્યા છે

Next Story