Connect Gujarat
મનોરંજન 

મહાત્મા ગાંધીનાં જીવન પર બનેલી આ ફિલ્મે 8 ઓસ્કાર પોતાના નામે કર્યા છે

મહાત્મા ગાંધીનાં જીવન પર બનેલી આ ફિલ્મે 8 ઓસ્કાર પોતાના નામે કર્યા છે
X

આખી દુનિયાને અહિંસાનો પાઠ ભણાવનારા મહાત્મા ગાંધીને તેમનાં જન્મ દિવસ 2 ઓક્ટોબરનાં આખો દેશ યાદ કરે છે. સૌ કોઇ તેમનાં જીવન સાથે જોડયેલી નાની મોટી વાત જાણવાં ઇચ્છે છે. અને લોકો ઇચ્છે છે કે, લોકોની આ ઇચ્છા પૂર્ણ કરવા માટે બોલિવૂડનાં ડિરેક્ટર્સ અને એક્ટર્સ પણ પાછળ નથી રહ્યાં. તેમણે પણ ગાંધીજીનાં જીવન પર ઘણી ફિલ્મો બનાવી છે. તો ચાલો જાણીએ તે ફિલ્મો અંગે જે મહાત્મા ગાંધીનાં જીવન પર બનેલી છે.

ગાંધી- મહાત્મા ગાંધીનાં જીવન પર ઓસ્કર વિનિંગ ફિલ્મ 'ગાંધી' બની છે જે રિચર્ડ એટનબરોએ બનાવી હતી. આ ફિલ્મ અત્યાર સુધીમાં ગાંધીજીનાં જીવન પર બનેલી સર્વશ્રેષ્ઠ ફિલ્મ તરીકે જાણવામાં આવે છે. ફિલ્મમાં ગાંધીજીનો કિરદાર બ્રિટિશ એક્ટર બેન કિંગ્સ્લેએ અદા કર્યો છે. આ રોલ માટે એકેડમી એવોર્ડ પણ તેમને મળી ચુક્યો છે. આ ફિલ્મ 'ગાંધી'ને વિભિન્ન કેટેગરીમાં 11 નોમિનેશન મળ્યાં હતાં. અને આ ફિલ્મે 8 ઓસ્કર એવોર્ડ પણ તેનાં નામે કર્યા હતાં.


સરદાર- ગાંધી પર બનેલી આ ફિલ્મ 'સરદાર' 1993માં આવી હતી. જોકે, આ ફિલ્મ સરદાર વલ્લભ ભાઇ પટેલનાં જીવનની આજૂ બાજૂ ફરે છે. પણ આ ફિલ્મમાં અનૂ કપૂરે ગાંધીજીનો રોલ અદા કર્યો છે. અને સરદાર પટેલનો રોલ પરેશ રાવલે અદા કર્યો છે.આ ફિલ્મ નિર્માતા કેતન મેહતાએ અદા કરી છે.

મેકિંગ ઓફ મહાત્મા- આ ફિલ્મ 'મેકિંગ ઓફ મહાત્મા' ફિલ્મ 1996માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મને બોલિવૂડનાં નિપૂણ ડિરેક્ટર શ્યામ બેનેગલે બનાવી હતી. આ ફિલ્મમાં મહાત્મા ગાંધીનાં જીવનની સફર બતાવવામાં આવી હતી. કે કેવી રીતે તે મોહન દાસ કરમ ચંદ ગાંધીથી મહાત્મા ગાંધી બન્યાં ફિલ્મમાં ગાંધીનો રોલ એક્ટર રજત કપૂરે અદા કર્યો હતો.

હે રામ- મહાત્મા ગાંધીનાં જીવન પર બનેલી ફિલ્મ 'હે રામ' ભારતનાં વિભાજન અને ગાંધીજીની હત્યાને ધ્યાનમાં રાખી બનાવવામાં આવી હતી. ફિલ્મમાં ગાંધીજીનો કિરદાર એક્ટર નસીરુદ્દીન શાહે અદા કર્યો હતો. આ ફિલ્મનું ડિરેક્શન સાઉથનાં સુપરસ્ટાર કમલ હસને કર્યું હતું. જ્યારે ફિલ્મમાં ગાંધીજીનો રોલ નસીરુદ્દીન શાહે અદા કર્યો હતો.

લગે રહો મુન્ના ભાઇ- મહાત્મા ગાંધીની વિચાર ધારા અને તેને કોઇ સામાન્ય વ્યક્તિનાં જીવનમાં તેમનાં બોધ પાઠને ઉતારવા પર બનાવવામાં આવેલી ફિલ્મ લગે રહો મુન્ના ભાઇ દર્શકોને ખુબજ પસંદ આવી હતી. સંજય દત્ત સ્ટાર આ ફિલ્મમાં બાપુનાં પાત્રમાં દીલિપ પ્રભાવકર નજર આવે છે. આ ફિલ્મ રાજ કુમાર હિરાનીએ ડિરેક્ટ કરી હતી.

Next Story