Connect Gujarat
મનોરંજન 

'જવાન'નું પહેલું પોસ્ટર રિલીઝ, જાણો શા માટે શાહરૂખ ખાને કહ્યું, 'ગુડ ટુ ગો ચીફ'

શાહરૂખ ખાનની ફિલ્મ જવાનનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે.આ પોસ્ટરમાં શાહરૂખ ખાન તૂટેલા અંદાજમાં જોવા મળી રહ્યો છે.

જવાનનું પહેલું પોસ્ટર રિલીઝ, જાણો શા માટે શાહરૂખ ખાને કહ્યું, ગુડ ટુ ગો ચીફ
X

શાહરૂખ ખાનની ફિલ્મ જવાનનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે.આ પોસ્ટરમાં શાહરૂખ ખાન તૂટેલા અંદાજમાં જોવા મળી રહ્યો છે.જ્યારે તેના હાથ પણ બેન્ડથી બંધાયેલા છે અને તે એક આંખે કેમેરા સામે તાકી રહ્યો છે.

ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતા શાહરૂખ ખાને લખ્યું કે, 'આ ખૂબ જ ખાસ છે. તેની પાછળનું કારણ એ છે કે આપણી આસપાસ ઘણી બધી વસ્તુઓ થઈ રહી હતી. તેના કારણે રાહ જોવી પડી હતી પરંતુ કેટલાક સારા લોકોએ તેના પર મહેનત કરી હતી. હું ગૌરવ વર્મા અને ટિમને જવાન બનાવવા બદલ તેમનો આભાર વ્યક્ત કરું છું.

'ગુડ ટુ ગો ચીફ'. શાહરૂખ ખાનની ફિલ્મ જવાન છ ભાષાઓમાં બની રહી છે. શાહરૂખ ખાને 42 મિનિટ પહેલા ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી હતી, જેને સમાચાર લખાય છે ત્યાં સુધી 529000 થી વધુ લાઈક્સ મળી ચુકી છે.જ્યારે તેના પર 10000 થી વધુ કોમેન્ટ્સ આવી ચુકી છે.

શાહરૂખ ખાન આ ફિલ્મને લઈને ઘણો જ ઉત્સાહિત છે.આમાં તેણે ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું.તેમાં તેની ભૂમિકા રજૂ કરવામાં આવી.આ ફિલ્મ 2 જૂન, 2023ના રોજ રિલીઝ થશે. શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન આ ફિલ્મ પ્રોડ્યુસ કરી રહી છે.આ ટીઝરને 65 લાખ લાઈક્સ મળી છે અને તેના પર 43000 થી વધુ કોમેન્ટ્સ આવી છે.

શાહરૂખ ખાન એક ફિલ્મ અભિનેતા છે.તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.તેની ફિલ્મોને ખૂબ પસંદ કરવામાં આવી છે.

Next Story