Connect Gujarat
મનોરંજન 

લાંબા સમયથી મગજના કેન્સરથી પીડિત 'ધ વોન્ટેડ' સિંગર ટોમ પાર્કરનું અવસાન

બ્રિટિશ-આયરિશ બોય બેન્ડ 'ધ વોન્ટેડ'ના સભ્ય અને ગાયક ટોમ પાર્કરનું અવસાન થયું છે. તેઓ 33 વર્ષના હતા. ટોમ પાર્કરના મૃત્યુનું કારણ મગજની ગાંઠ હોવાનું કહેવાય છે.

લાંબા સમયથી મગજના કેન્સરથી પીડિત ધ વોન્ટેડ સિંગર ટોમ પાર્કરનું અવસાન
X

ટોમ પાર્કરના મૃત્યુનું કારણ મગજની ગાંઠ હોવાનું કહેવાય છે. ટોમના મૃત્યુની પુષ્ટિ તેની પત્ની કેલ્સી હાર્ડવિકે ઇનસ્ટાગ્રામ દ્વારા કરી હતી.

આ દુઃખદ માહિતી જોઈને સેલેબ્સની સાથે ગાયકના ચાહકો પણ શોકમાં ડૂબી ગયા. તમને જણાવી દઈએ કે ટોમ પોતાની પાછળ પત્ની અને બે બાળકો છોડી ગયો છે. ટોમ પાર્કરના મૃત્યુ વિશે માહિતી આપતા, તેની પત્ની કેલ્સીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પરિવાર અને ટોમનો એકલો ફોટો શેર કર્યો. પોસ્ટના પહેલા બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોમાં ટોપ કેમેરા તરફ જોતા પોઝ આપી રહ્યો છે અને બીજી તસવીરમાં ટોમ તેના પરિવાર સાથે જોઈ શકાય છે. આ બે ફોટા શેર કરતાં કેલ્સીએ કેપ્શનમાં લખ્યું, "ટોમનું આજે સવારે (30 માર્ચ) પરિવારની હાજરીમાં નિધન થયું. અમે દિલગીર છીએ.અમે તેના સ્મિત અને ઊર્જાસભર હાજરી વિના જીવનની કલ્પના કરી શકતા નથી. અમે તમારા બધા પ્રેમ અને સમર્થન માટે હંમેશા આભારી રહીશું."

Next Story