Connect Gujarat
મનોરંજન 

પશ્ચિમ બંગાળ : કોલકાતામાં લાઈવ પર્ફોર્મન્સ બાદ બોલિવુડ ગાયક કેકેનું નિધન, બોલિવુડમાં શોકની લહેર

બોલિવુડના મહાન ગાયક પૈકીના એક કેકે ઉર્ફે કૃષ્ણ કુમાર કુન્નથનું કોલકાતામાં નિધન થયું છે. તેઓના આકસ્મિક નિધનથી સંગીત જગત તેમજ તેમના ચાહકોમાં ભારે શોક વરટાયો છે.

પશ્ચિમ બંગાળ : કોલકાતામાં લાઈવ પર્ફોર્મન્સ બાદ બોલિવુડ ગાયક કેકેનું નિધન, બોલિવુડમાં શોકની લહેર
X

બોલિવુડના મહાન ગાયક પૈકીના એક કેકે ઉર્ફે કૃષ્ણ કુમાર કુન્નથનું કોલકાતામાં નિધન થયું છે. તેઓના આકસ્મિક નિધનથી સંગીત જગત તેમજ તેમના ચાહકોમાં ભારે શોક વરટાયો છે.

બોલિવુડના ગાયક કેકે ખૂબ જ લોકપ્રિય સિંગર હતા, એ ઉપરાંત તેમણે અનેક ભાષાઓમાં ગીત ગાયા હતા. તેઓ મધુર અવાજથી લાખો ચાહકોમાં ભારે લોકપ્રિયતા ધરાવતા હતા. 90ના દાયકાના 'યારો' ગીતોથી સફળતાના શિખર તરફ આગળ વધવાની શરૂઆત કરી હતી અને રોમાન્ટિકથી લઈ પાર્ટી સોંગ સુધી તેમના સ્વરનું સામ્રાજ્ય ફેલાયેલું હતું. ગત. તા. 31 મેની સાંજે કોલકાતામાં બોલિવુડના ગાયક કેકેનું નિધન થયું છે. તેઓ કોલકાતામાં લાઈવ પર્ફોર્મન્સ આપી રહ્યા હતા, ત્યારે શો બાદ તેમની તબિયત અચાનક જ લથડી હતી. જેથી કેકેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં તેઓ દુનિયા છોડી ચૂક્યા હતા. જોકે, આ મામલે પોલીસે કેસ નોંધયો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કેકે મૃત્યુ કુદરતી થયો હોવાનો પોલીસે કેસ નોંધ્યો છે. પરંતુ એક તરફ મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે. જેમાં કેકેના ચહેરા અને માથાના ભાગે ઈજાના નિશાન છે. જોકે, KKનું હૃદયરોગના હુમલાને લીધે અવસાન થયું છે. પરંતુ હજુ સુધી તબીબોએ આ અંગે સત્તાવાર કોઈ માહિતી આપી નથી, ત્યારે હાલ તો તેમના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ તેમના મોત પાછળનું ચોક્કસ કારણ જાળવા મળશે. તો બીજી તરફ શોના અયોજક અને હોસ્પિટલ સ્ટાફની પોલીસ દ્વારા વધુ પૂછપરછ થઈ શકે તેમ છે. જોકે, તેમના આકસ્મિક નિધનથી બોલિવુડમાં શોકની લહેર વર્તાય છે.

Next Story