Connect Gujarat
ગુજરાત

એમ.ફીલ અને પી.એચ.ડીની પ્રવેશ પરિક્ષામાં 497 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ

એમ.ફીલ અને પી.એચ.ડીની પ્રવેશ પરિક્ષામાં 497 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ
X

ગુજરાત યુનિર્સિટી દ્વારા તાજેતરમાં એમ.ફીલ અને પી.એચ.ડી માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવી હતી. જેનું પરિણામ આવતા 497 વિદ્યાર્થીઓ જ ઉત્તીર્ણ થયાનું જાણવા મળી રહ્યું છે.

જેમાંથી 111 વિદ્યાર્થીઓએ એમ.ફીલમાં પ્રવેશ મેળવવાની પરિક્ષા પાસ કરી હતી જ્યારે 396 વિદ્યાર્થીઓએ પી.એચ.ડીમાં પ્રવેશ મેળવવા માટેની એન્ટ્રેસ એક્ઝામ પાસ કરી હતી. જ્યારે 33 વિદ્યાર્થીઓનું પરિણામ પેન્ડિંગ રાખવામાં આવ્યું છે.

એમ.ફીલમાં 200 બેઠકોની પ્રવેશ પરીક્ષા માટે કુલ 800 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા. જેમાંથી 672 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી અને તેમાંથી 111 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જ્યારે 6 વિદ્યાર્થીઓનું પરિણામ હજી પેન્ડિંગ છે.

જ્યારે પી.એચ.ડી.ની કુલ 250 બેઠકો માટે 1725 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. જેમાંથી 1213 વિદ્યાર્થીઓએ એન્ટ્રેસ એક્ઝામ આપી હતી. પી.એચ.ડી.ની પ્રવેશ પરિક્ષામાં 396 વિદ્યાર્થીઓએ સફળતા મેળવી હતી. 27 વિદ્યાર્થીઓને પરિણામ પેન્ડિંગમાં છે.

Next Story