અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
જીપીસીબી દ્વારા આયોજન
પર્યાવરણીય લોકસુનાવણી યોજાઈ
NCTના પ્લાન્ટના વિસ્તરણ માટે આયોજન
ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ
અંકલેશ્વરમાં NCTના પ્લાન્ટના વિસ્તરણ અંગે પર્યાવરણીય લોકસુનાવણી યોજાઈ જેમાં ખેડૂતો અને પર્યાવરણ પ્રેમીઓએ વિવિધ મુદ્દે વિરોધ નોંધાવી 48 જેટલા ટેક્નિકલ મુદ્દા રજૂ કર્યા હતા
અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલા નર્મદા ક્લીન ટેક-NCTના કોમન ફાઇનલ એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા 40 MLDથી વધારીને 70 MLD કરવાની દરખાસ્તને લઈને પર્યાવરણીય લોકસુનાવણી યોજાઈ હતી. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસ અનુસાર, આ લોકસુનાવણીનું કંપનીના પ્લાન્ટ ખાતે પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમાર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી એસ.એન.અગ્રાવતની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું.
વિસ્તરણ સંબંધિત પર્યાવરણીય પાસાઓ અંગે લોકોના અભિપ્રાયો અને રજૂઆતો મેળવવા માટે યોજાયેલ લોક સુનાવણીમાં આસપાસના ગ્રામજનો અને પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. ખાસ કરીને હાંસોટ પંથકમાં તાજેતરમાં કંપની દ્વારા નાખવામાં આવેલ પાઈપલાઇનના કારણે થયેલ નુકશાનીનું વળતર હજુ સુધી ખેડૂતોને ન ચૂકવાયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.બીજી તરફ કંપનીની લાઈનમાં વારંવાર ભંગાણના કારણે પ્રદૂષણના પ્રશ્ને પણ અવાજ ઉઠાવવામાં આવ્યો હતો.
આ અંગે નર્મદા પ્રદૂષણ નિવારણ સમિતિના સેક્રેટરી જયેશ પટેલે જણાવ્યું હતું કે પ્લાન્ટના વિસ્તરણ બાબતની લોકસંનવણીમાં તેઓ દ્વારા 48 ટેકનિકલ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા પરંતુ તેનો જવાબ તેમને મળ્યો નથી. આ ઉપરાંત એન સી ટી કંપનીમાં 900 થી વધુ ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને ટ્વિટ કરવામાં આવે છે ત્યારે વેસ્ટના આંકડા પણ મિસ મેચ હોવાનું તેમણે જણાવ્યું હતું.સાથે જ અંકલેશ્વર શહેરના વિકાસ માટે પણ સી.એસ.આર.ફંડ વપવામાં આવે એ સહિતની તેઓએ માંગ કરી હતી. ખેડૂતો અને સ્થાનિકો દ્વારા રજુ કરાયેલ મુદાઓ અધિકારીઓએ સાંભળી નિયમ મુજબની કાર્યવાહી કરવા ખાતરી આપી હતી.
