Connect Gujarat
દેશ

EPFOનાં  વ્યાજ દર  8.65 ટકાથી ઘટાડી 8.55 ટકા કરાયો

EPFOનાં  વ્યાજ દર  8.65 ટકાથી ઘટાડી 8.55 ટકા કરાયો
X

દેશનાં નોકરિયાત વર્ગ માટે ખરાબ સમાચાર છે. એમ્પલોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)એ વર્ષ 2017-18 માટે પોતાના ગ્રાહકો માટે વ્યાજ દર 8.65 ટકાથી ઘટાડી 8.55 ટકા કરવાનો નિર્ણય લીધો છે.

પ્રોવિડન્ટ ફંડ ડિપોઝીટ પરના વ્યાજ દરનો આ નિર્ણય ઇપીએફઓના સેન્ટ્રલ બોર્ડના ટ્રસ્ટીઓની બોર્ડ મિટિંગમાં લેવામાં આવ્યો હતો. આ અગાઉ એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી કે ઇપીએફઓ 2017-18માં પણ 8.65 ટકાનો વ્યાજ દર ચાલુ રાખશે.

ઇપીએફઓએ લીધેલા નિર્ણય મુજબ 20ને બદલે 10 કર્મચારી ધરાવતી પેઢીને પણ ઇપીએફઓમાં જોડાવવું પડશે. ઉલ્લેખનીય છે કે ઇપીએફઓએ ચાલુ નાણાંકીય વર્ષમાં પોતાના ઇકવિટી પોર્ટફોલિયોમાં સારા પ્રમાણમાં પ્રોફિટ બુક કર્યો છે. જો કે આમ છતાં ઇપીએફઓએ વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે.

ઇપીએફઓએ જાન્યુઆરી અને ફેબુ્રઆરીમાં 3700 કરોડ રૃપિયાના ઇટીએફ(એક્ષચેન્જ ટ્રેડેડ ફંડ) વેચ્યા હતા. ઇપીએફઓ ઓગષ્ટ 2015થી ઇટીએફમાં રોકાણ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં ઇપીએફઓએ 44000 કરોડનું રોકાણ ઇટીએફમાં કર્યુ છે.

Next Story