Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ ESIC હોસ્પિટલ ફરીથી વિવાદમાં, દર્દીઓને નથી મળતી સારવાર

અંકલેશ્વરઃ ESIC હોસ્પિટલ ફરીથી વિવાદમાં, દર્દીઓને નથી મળતી સારવાર
X

રૂપિયા 100 કરોડનાં ખર્ચે બનેલી ESIC હોસ્પિટલમાં દર્દીઓ ખાઈ રહ્યા છે ધરામધક્કા

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત રોજગારી આપવા માટે સ્થાનિક અને પરપ્રાંતિય પરિવારો માટે વરદાનરૂપ છે. પરંતુ તેમની જ કમાણીમાંથી કપાતા નાણા બાદ કર્મચારીઓ, કામદારો અને પરિવારજનોને સારવાર મળી રહે તે માટે અંકલેશ્વરમાં રૂપિયા 100 કરોડનાં ખર્ચે બનાવાયેલી ESIC હોસ્પિટલ નામ માત્રની રહી ગઈ છે. આ હેસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ ધમરધક્કા ખાઈ રહ્યા છે. માત્ર કેસ કઢાવીને અહીંથી તરત જ રિફર કરી દેવામાં આવે છે.

[gallery td_gallery_title_input="ESIC Hospital" td_select_gallery_slide="slide" size="large" ids="67876,67877,67879,67880,67875"]

આજરોજ ફરીથી આ હોસ્પિટલ વિવાદમાં આવી હતી. જેમાં અંકલેશ્વરની એક ખાનગી કંપનીમાં ફરજ બજાવતા જશમન્સુ ખૈરનારની માતા મંગલાબેનને તાવ આવતો હતો. પુત્ર ખાનગી કંપનીમાં નોકરી કરતો હોય ESICનો હકદાર હતો. જેથી પોતાની માતાને સારવાર અર્થે ESIC હોસ્પિટલમાં લઈને આવ્યો હતો. જયાં તબીબે માત્ર દવા અને ઇન્જેક્શન આપી પરત ઘરે મોકલ્યા હતા. સતત એક અઠવાડિયા સુધી આ હોસ્પિટલમાં તબીબોએ દાખલ ના કરી તેમને ધક્કા ખવડાવી છેવટે દર્દીને સુરત રીફર કર્યા હતા. ત્યાંથી પણ તેમને પરત અંકલેશ્વર મોકલતા દર્દીના છોકરાએ હોબાળો કરતા છેવટે તેની માતાને દાખલ કરી સારવાર શરૂ કરી હતી.

દર્દીના પુત્ર જશમન્સુના જણાવ્યાનુસાર આ હોસ્પિટલનું અદ્યતન મકાન માત્ર નામ પુરતું જ છે. આ હોસ્પિટલમાં ના તો પૂરતા તબીબો છે કે નાપુરતો સ્ટાફ. તો સારવાર અર્થે આવતા દર્દીઓ અને તેમના સગા સાથે સ્ટાફ ઉદ્ધતાઈથી વર્તે છે. અમારે અહીં પંખો પણ ઘરેથી લાવવો પડે છે. જે ઘણું જ શરમજનક કહેવાય.

બીજી તરફ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. પ્રવિણકુમારે હોસ્પિટલ તંત્રનો બચાવ કરતાં જણાવ્યું હતું કે, હાલ દર્દીની હાલત સુધારા પર છે. સ્ટાફના વર્તન અંગે તપાસ કરી પગલાં ભરીશું તેવી ખાત્રી પણ આપી હતી. સાથે સાથે વીજળી અને પાણીની તકલીફના કારણે સેન્ટ્રલ એસી ચાલતા નથી. તો હોસ્પિટલમાં પાણીની સુવિધા નહીં હોવાથી અમારે દર્દીઓને અન્ય હોસ્પિટલમાં રિફર કરવાની ફરજ પડી રહી છે.

Next Story