Connect Gujarat
ગુજરાત

Exclusive : ભરૂચ દહેજ ટ્રેનને પખાજણ રેલવે સ્ટેશન પર અટકાવતા યાત્રીઓ 

Exclusive : ભરૂચ દહેજ ટ્રેનને પખાજણ રેલવે સ્ટેશન પર અટકાવતા યાત્રીઓ 
X

ભરૂચ દહેજ વચ્ચેના વ્યાપાર અને મુસાફરી માટેની સુવિધા અર્થે શરુ કરાયેલી ટ્રેન અનિયમિત રહેતા પખાજણ રેલવે સ્ટેશન પર યાત્રીઓએ ટ્રેનને અટકાવીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

train protest 4

ભરૂચ દહેજ વચ્ચે દોડતી મેમુ ટ્રેનમાં ભરૂચ થી મોટી સંખ્યામાં દહેજ રોજીરોટી મેળવવા અર્થે યાત્રીઓ ટ્રેન મારફતે જાય છે,પરંતુ ટ્રેનની અનિયમિતતાના કારણે મુસાફરોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો,અને ભરૂચ દહેજ વચ્ચેના પખાજણ રેલવે સ્ટેશન પર મેમુ ટ્રેનને યાત્રીઓએ અટકાવી હતી અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

train protest 2

જાણવા મળ્યા મુજબ મેમુ ટ્રેનમાં દહેજ નોકરી પર જતા કામદારો ટ્રેનની અનિયમિતતાના કારણે સમયસર પહોંચી શકતા નહોતા,અને પોતાનો રોષ વ્યક્ત કરવા પખાજણ રેલવે સ્ટેશન પાસે ટ્રેનને અટકાવી દીધી હતી,કનેક્ટ ગુજરાતને જાણવા મળ્યા મુજબ હજી પણ ટ્રેન પખાજણ રેલવે સ્ટેશન પર જ રોકી રાખવામાં આવી છે,અને ટ્રેન યાત્રીઓની સમસ્યાનું નિરાકરણ જ્યાં સુધી નહિ આવે ત્યાં સુધી ટ્રેન રોકી રાખવાની ચીમકી પણ યાત્રીઓએ ઉચ્ચારી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.

Next Story