Connect Gujarat
ગુજરાત

FB અને ઈન્સ્ટાગ્રામનું એકાઉન્ટ હેક કરનાર આરોપીને પોલીસે મહેસાણાથી ઝડપી પાડતી રાજકોટ પોલીસ

FB અને ઈન્સ્ટાગ્રામનું એકાઉન્ટ હેક કરનાર આરોપીને પોલીસે મહેસાણાથી ઝડપી પાડતી રાજકોટ પોલીસ
X

ઈસ્ટ્રાગામ એકાઉન્ટમાં લાઈક ફલોઅર્સ અને કોમેન્ટ વધારે હોય તેના જ એકાઉન્ટ હેક કરતો હતો

રાજકોટના જયપાલસિંહ મુળરાજસિંહ રાણાનાઓનું ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ હેક કરી પોસ્ટ ડિલેટ કરવાના ગુનામાં પોલીસે મહેસાણાના ખાભર ગામથી એક શખ્સને ઝડપી પાડયો છે. પ્રદ્યુમનગર પોલીસે હેકરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટા જયપાલસિંહ મુળરાજસિંહ રાણાનાઓનું ફેસબુક અને ઈન્સ્ટાગ્રામનું એકાઉન્ટ ધરાવે છે. તેમના એકાઉન્ટમાં અજાણ્યા શખ્સ દ્વારા પોસ્ટ ડિલિટ કરી પ્રોફાઈલ ફોટો બદવામાં આવે છે તેમજ આઈડીને હેક કરવામાં આવે છે જેની ફરિયાદ જયપાલસિંહ રાણાએ પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

પોલીસે ફરિયાદના આધારે ટેકનીક સ્ટાફે આરોપી મહેસાણાનો વતની હોવાનું ખુલ્યુ હતું. પોલીસે મહેસાણાથી આરોપી મહંમદ જીલાની હુસેનમિયા સૈયદ રહે. ખાભર તા. ઉંઝા જિ. મહેસાણાને ઝડપી પાડયો હતો. આરોપી મંહમદ જીલાની ધો.૧૦ નાપાસ છે. તેમજ પોતાના ઈસ્ટ્રાગામ અને ફેસબુકમાં અલગ અલગ એકાઉન્ટ ધરાવે છે. ઈસ્ટ્રાગામ એકાઉન્ટમાં જેના લાઈક ફલોઅર્સ અને કોમેન્ટ વધારે હોવાના કારણે તેને રાણા જયપાલસિંહનું એકાઉન્ટ હેક કર્યુ હતું.

હેકીંગ દરમિયાન આરોપી ફરીના ઈસ્ટાગ્રામના એકાઉન્ટમાં જઈ અબાઉટમાં ચેક કરતા ફરી પોતાના મોબાઈલ નંબર પાસવર્ડ તરીકે ઉપયોગ કરતો હોય જેથી આરોપી તે મોબાઈલ નંબર પાસવર્ડમાં ચેક કરતા એકાઉન્ટ ઓપન થઈ જતા ઈસ્ટાગ્રામ તથા ફેસબુક હેક કરેલ અને એકાઉન્ટમાંથી ફરીયાદીની પોસ્ટ ડીલીટ કરી પોતાનો ફોટો અપલોડ કરી દેતો હતો. પ્રદ્યુમનગર પોલીસે આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story