Connect Gujarat
ટેકનોલોજી

Facebook દ્વારા કરોડો લોકોના પ્રાઈવેટ ડેટા થયા લીક !

Facebook દ્વારા કરોડો લોકોના પ્રાઈવેટ ડેટા થયા લીક !
X

દુનિયાની સૌથી લોકપ્રિય સોશ્યિલ નેટવર્કિંગ સાઈટ FaceBook દ્વારા ગુરૂવારે પોતાના સોફ્ટવેરમાં ભૂલ હોવાની વાત સ્વીકારી છે. કંપની તરફથી કહેવામાં આવ્યું કે, 1 કરોડ 40 લાખ(14 મિલિયન) યુઝર્સના પ્રાઈવેચ ડેટા પબ્લિક કરવામાં આવ્યા છે. જેના માટે ફેસબુક તરફથી માફી પણ માંગવમાં આવી છે.

કંપની તરફથી જણાવવામાં આવ્યું કે, આ ભૂલ 18 મેથી 27 મેના વચ્ચે સામે આવી છે. કંપનીના પ્રાઇવેસી ઓફિસર ઇરિન ઇગ્ને પોતાના નિવેદનમાં સોફ્ટવેરમાં ભૂલ હોવાની વાત જાહેર કરી છે. વાસ્તવમાં ફેસબુકના સોફ્ટવેરમાં બગ હોવાની વાત કરવામાં આવી રહી હતી.

નોંધનીય બાબત એ છેકે છેલ્લા થોડાં સમયથી ફેસબુક પર વિવિધ વિવાદોમાં ઘેરાયેલું છે. જેમાં બગ અંગેની વાત સામે આવી હતી. જેના હેઠળ યુઝર્સ દ્વારા કરવામાં આવેલ કોઇ પણ નવી પોસ્ટ જાતે જ પબ્લિક થઈ જતી હતી. પછી ભલે ને તમે તમારાં પ્રાઇવેટ સેટિંગમાં ફ્રેન્ડ્સ ઓનલી કેમ ન સિલેક્ટ કર્યું હોય.

2.2 બિલિયન યુઝર્સના પ્લેટફોર્મ ફેસબુકના અગાઉ ટ્વિટર પર પણ પોતાના સોફ્ટવેરમાં ખામી હોવાની વાત સામે જાહેર કરી હતી. ટ્વિટર પર ડેટા ચોરી ખામીને જોતાં તમામ યુઝર્સને પાસવર્ડ બદલવા માટે કહ્યું હતું. કંપની તરફથી સુરક્ષાને ધ્યાનમાં લઈ આ પ્રકારનો નિર્ણય લીધો હતો

Next Story