Connect Gujarat
Featured

યુપી : નોકરી ન મળતા યુવકે ગંભીર કૃત્ય કર્યું, તાજમહલમાં બોમ્બની ખોટી ખબર ફેલાવી

યુપી : નોકરી ન મળતા યુવકે ગંભીર કૃત્ય કર્યું, તાજમહલમાં બોમ્બની ખોટી ખબર ફેલાવી
X

તાજમહેલમાં બોમ્બના ફેક સમાચાર, નોકરી ન મળતાં પરેશાન યુવકે કર્યો હતો ફોન!

વિશ્વની સાત અજાયબીઓમાંથી એક તાજમહેલમાં બોમ્બ હોવાના સમાચાર વાયુ વેગે પ્રસર્યા હતા, પરંતુ આ માહિતી નકલી હોવાનું બહાર આવ્યું છે. જો કે બોમ્બ અંગેની માહિતી મળ્યા બાદ અંદર આવેલા પ્રવાસીઓને બહાર કાઢી મુકાયા હતા અને તાજમહેલના બંને દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. અજાણ્યા શખ્સ દ્વારા ફોન પર વિસ્ફોટકો હોવાનું પોલીસને જણાવાયું હતું, જેને હવે કબજે લેવામાં આવ્યું છે. પૂછપરછ દરમિયાન યુવકે જણાવ્યું છે કે તે નોકરી નહીં મળતાં નારાજ હતો. જો કે હવે તાજમહેલ ફરી ખોલવામાં આવ્યો છે.

બોમ્બની જાણ થતાં જ તાજમહેલ સંકુલમાં મોટી સંખ્યામાં સીઆઈએસએફ તહેનાત કરી દેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે આખા તાજમહેલમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ ઘટના બાદથી વિસ્તારમાં હંગામો મચી ગયો છે. આગ્રા આઈજી એ સતીષ ગણેશે બોમ્બના સમાચાર નકલી હોવાનું જણાવ્યુ છે. જોકે, વહીવટી તંત્રે સમયસર કડક પગલા લીધા હતા.

જણાવી દઈએ કે, આગ્રાના લોહમંડી પોલીસ સ્ટેશનમાં યુપી પોલીસને કોઈએ બોમ્બની જાણ કરી હતી. આગ્રામાં પ્રોટોકોલ એસપી શિવરામ યાદવે જણાવ્યું હતું કે ફોન દ્વારા બોમ્બ અંગેની માહિતી આપતો યુવાન ફિરોઝાબાદનો રહેવાસી છે અને લશ્કરી ભરતી રદ થતાં તે ગુસ્સે હતો. શિવરામ યાદવે કહ્યું કે ફોન કોલ બાદ પોલીસે નંબર શોધી કાઢી યુવકની અટકાયત કરવામાં આવી અને વધુ પુછપરછ હાથ ધરવામાં આવી.

નોંધપાત્ર વાત એ છે કે, દરરોજ હજારો લોકો તાજમહેલને જોવા આવે છે. દેશમાંથી જ નહીં વિદેશથી પણ મોટી સંખ્યામાં લોકો ભારત આવે છે. શાહજહાંએ મુમતાઝના અવસાન પછી તાજમહેલ બનાવ્યો હતો.

Next Story