શ્રાવણ મહિનામાં ઉપવાસ કરો છો ? જાણો ફરાળી પરાઠા બનવાની રીત

New Update
શ્રાવણ મહિનામાં ઉપવાસ કરો છો ? જાણો ફરાળી પરાઠા બનવાની રીત

શ્રાવણ મહિના દરમિયાન ઉપવાસ કરતાં હોય આ માટે તમે બટાકાવડા, સાબુદાણાની ખીચડી અને સૂકી ભાજીથી કંટાળ્યા હશો. તો આજે તમે ફરાળી પરાઠા બનવી શકો છો. તેનાથી તમને અલગ ટેસ્ટ મળશે અને કંઈ નવું ખાવાનો આનંદ પણ મળશે. આ પરાઠા પણ સામાન્ય પરાઠા જેવા જ ટેસ્ટી લાગે છે. તેને તમે દહીં અને ચા સાથે સરળતાથી ખાઈ શકો છો. ગરમાગરમ ફરાળી પરાઠા શ્રાવણમાં એક યોગ્ય અને હેલ્ધી ફૂડ બની શકે છે. તો નોંધી લો રેસિપી અને કરી લો ફટાફટ ટ્રાય.

ફરાળી પરાઠા બનાવવા માટેની સામગ્રી

2 કપ રાજગીરાનો લોટ
1/4 ચા ચમચી સેન્ધા નમક (ઉપવાસ મીઠું)
3 બાફેલા બટેટા
1/2 ચમચી ગરમ ઘી

સૌ પ્રથમ રાજગરાનો લોટ મિક્સિંગ કરવા માટે બાઉલમાં લો, તેમાં સ્વાદ પ્રમાણે નમક નાંખો, અને 1/2 ચમચી ગરમ ઘી નાખો અને બાફેલા બટેટા જરૂર પ્રમાણે ઉમેરીને કણક તૈયાર કરો. એક સમયે 2 ચમચી જરૂરી મુજબ કાળજીપૂર્વક પાણી ઉમેરો અને કણક તૈયાર થયા પછી તેને નાના કદના ગોળા વાડી અને તેને વણી નાખો.

હવે નાના કદના મધ્યમ જાડા પરોઠાને ધીમા તાપે ગરમ તવા ઉપર બરાબર દબાવો અને બંને બાજુ ઘીનો ઉપયોગ કરીને તેને ક્રિસ્પી બનાવો.

આ ઉપવાસ પરાઠાને બટાકાની સાબ્જી (વ્રત) અથવા દહીં અથવા મસાલા ચા સાથે ખાય શકય. શ્રાવણ માસ દરમિયાન વાંચતાં રહો કનેક્ટ ગુજરાત પર ફરાળી અવનવી વાનગીઓ.