હાલ તહેવાર અને ઉપવાસની સીઝન ચાલી છે. શ્રાવણમાસ દરમિયાન ઉપવાસ હોય કે પછી કે બાલગોપાલ કૃષ્ણને ભોગ ધરવાની તૈયારી આ ફરાળી મિઠાઇ ઉપવાસમાં ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે. તે ઝડપથી અને સરળતાથી બની શકે છે. તો નોંધી લો રેસિપી અને કરી લો ફટાફટ ટ્રાય.
ફરાળી સુખડી બનાવવા માટેની સામગ્રી
- 1/2કપ ફરાળી લોટ
- 1/4 કપ રાજગરાનો લોટ
- 1/2કપ ગોળ
- 2 ટેબલ સ્પૂન ઘી
- સુકોમેવો
ફરાળી સુખડી બનાવવા માટેની રીત
સૌ પ્રથમ કડાયમાં 2 સ્પૂન ઘી લો અને તેને ધીમા ગેસ પર ગરમ કરો ઘી ગરમ થયા પછી તેમાં લોટને શેકો તે એમા બરાબર મિક્સ થાય ત્યાં સુધી શેકવો અને પછી તેમા ગોળ મિક્સ કરો ગોળ બરાબર મિક્સ થાય ત્યાં સુધી ધીમા ગેસ પર હલાવો અને મિક્સ થાય પછી તેને ગેસ પર થી ઉતારી લઇ અને તે મિશ્રણને એક ડીશમાં પાથરવુ અને ત્યાર પછી એના પર સુકામેવાનો ભુક્કો ઉપર નાખવો અને પછી તેમ ટુકડા પાડી દેવા આ રીતે તૈયાર છે, ફરાળી સુખડી આ રીતે તમે ઘરે જ બનાવી શકો છો.
તો વાંચતા રહો શ્રાવણ માસ દરમિયાન કનેક્ટ ગુજરાત પર ફરાળી અવનવી વાનગીઓ.